કૃષિ વિકાસ અને રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૫ અંતર્ગત કાલોલ ખાતે ધારાસભ્યની હાજરીમાં કૃષિ મેળો યોજવામાં આવ્યો.
તારીખ ૧૫/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કૃષિ વિકાસ અને રવિ કૃષિ મહોત્સવ દ્વારા ખેતી વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા. કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવ્યા જેમાં ખેતીની અંદર વપરાતા દરેક પ્રકારના સાધનો અને નવી પ્રકાર ના સાધનો થી ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા અને જેમાં તાલુકાના નાના મોટા ખેડૂતો હાજર રહ્યા હતા. ખેડૂતોને મળતા લાભો જે કોઈ ખેડૂત ને કોઈ ઇજા થાય છે જેમને બે અંગ કપાઈ જાય છે તેમને ચાર લાખ અને બે લાખ ની સહાય વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું.વધુમાં ધરતી સે ક્યાં નાતા હૈ ધરતી હમારી માતા હૈ અને ભારત માતાની જય ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.અને મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી. લાભાર્થી ખેડૂતોને ચેક આપવામાં આવ્યા હતા.કાલોલ વિધાનસભા ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ,એમ. જી. પટેલ જિલ્લા ખેતીવાડી અધિકારી પંચમહાલ, ટી. ડી. પટેલ, મદદનિસ ખેતીવાડી ગોધરા, શીતલબેન સુથાર ઈ.તાલુકા વિકાસ અધિકારી કાલોલ, દિનેશભાઇ ચૌધરી વિસ્તરણ અધિકારી કાલોલ, તાલુકાના ગ્રામ સેવક વિરેન્દ્રભાઈ પરમાર, નરેન્દ્રભાઈ જાદવ મહામંત્રી, તાલુકાના મંડળ પ્રમુખ મહીદીપસિંહ ગોહિલ, એપીએમસી ચેરમેન ધર્મેન્દ્રભાઈ રાઠોડ અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તથા સરપંચ અને તલાટીઓએ હાજરી આપી હતી.