DAHODGUJARAT

દાહોદ જિલ્લામાં તા.૧૪ અને ૧૫ ઓક્ટોબરના રોજ યોજાશે ‘કૃષિ વિકાસ દિન’ અને રવિ કૃષિ મહોત્સવ 

તા.૦૯.૧૦.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં તા.૧૪ અને ૧૫ ઓક્ટોબરના રોજ યોજાશે ‘કૃષિ વિકાસ દિન’ અને રવિ કૃષિ મહોત્સવ

દાહોદ જિલ્લામાં આગામી તારીખ ૧૪-૧૦-૨૦૨૫ અને ૧૫-૧૦-૨૦૨૫ના રોજ કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૫ યોજાનાર છે. જેમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાકૃતિક ખેતી મિલેટ્સ પાકો તેમજ સરકારશ્રી વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ વિશે લાભ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે. દાહોદ જિલ્લાના તમામ તાલુકા ખાતે આયોજન કરવામાં આવ્યું છે.દાહોદ આદિજાતિ મ્યુઝિયમ ખાતે,ગરબાડા તાલુકામાં માધ્યમિક શાળા ગરબાડા ખાતે ઝાલોદ એ.પી.એમ.સી. માર્કેટ ખાતે,ગોવિંદ ગુરુ લીમડી કંબોઈ ધામ ખાતે, ફતેપુરા આઇ.ટી.આઈ ખાતે ,સુખસર કૃષિ શાળા ખાતે,સંજેલી તાલુકા પંચાયત કચેરી પટાંગણમાં ખાતે,લીમખેડા હસતેશ્વર હાઇસ્કૂલ ખાતે,સીંગવડ તાલુકા પંચાયતની સામે કોમ્યુનિટી હૉલ ખાતે,ધાનપુર રાજ ઉચત્તર બુનિયાદી આશ્રમ શાળા ખાતે ખાતે અને દેવગઢબારિયા પીટીસી કોલેજ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવશે કૃષિ બાગાયત આત્મા પશુપાલન મત્સ્યઉધોગ આઈ સી ડી એસ વિભાગ દ્વારા વિવિધ સ્ટોલનું આયોજન કરવામાં આવશે. જેમાં પ્રાકૃતિક ખેતી માંથી મિલેટ પાકોની વાનગી ડ્રોન ટેકનોલોજી સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ કિસાન ક્રેડિટકાર્ડ નવીન જાતોનું બિયારણ ખેતીને લગતા સાધનો અને ફામ મશીનરી અંગે પ્રદર્શન કરવામાં આવશે. તેમજ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે જિલ્લાના તમામ ખેડૂતોને ભાગ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!