GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી કૃષિ યુનિર્વસિટી ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મેળો યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

જલાલપોર તાલુકાનો “રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૫” અંતર્ગત તાલુકા કક્ષાનો કૃષિ મેળો સેન્ટ્રલ એક્ઝામીનેશન હોલ,  કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં કૃષિ,બાગાયત વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ મંજુર થયેલા લાભોના  મંજૂરી પત્રોનું સ્ટેજ પરથી વિતરણ કરવામાં આવ્યું હતું. ખેડૂતોને કૃષિ-બાગાયત અધિકારીઓ તેમજ કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો પાસેથી સરકારની વિવિધ યોજનાઓની માહિતી તેમજ કૃષિ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

ઉપસ્થિત તજજ્ઞો દ્વારા કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી જાતો, નવી યોજનાઓ તથા નવીન ખેડૂત પ્રયોગો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. સરકારના વિવિધ કૃષિ વિભાગો જેવા કે ખેતીવાડી,પશુપાલન અને બાગાયત વિભાગના સ્ટોલ પર પ્રદર્શન તેમજ સાહિત્યો દ્વારા ખેડૂતોને માહિતી આપવામાં આવેલ હતી.તદ્દઉપરાંત પશુ સારવાર કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ હતુ જેમાં ૧૪૦ જેટલા પશુઓને રસીકરણ તથા સારવાર પુરી પાડી હતી. ખેડૂતોને કૃષિ મેળાના બીજા દિવસે તા.૧૫/૧૦/૨૦૨૫ના રોજ પ્રાકૃતિક મોડેલ કાર્મ તથા સ્ટોલ્સની વિઝિટ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રીશ્રીના સંવાદ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કાર્યક્રમ સૌએ નિહાળ્યું હતું..
પ્રથમ દિવસના કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય અને પ્રતિનિધિગણ, વિવિધ ગ્રામ પંચાયતના સરપંચ, ખેડૂત સંગઠનના આગેવાનો, મામલતદારશ્રી, કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.નાયબ બાગાયત નિયામક નવસારી  ડી.કે.પડાળીયા દ્વારા આવેલ મહેમાનોનું સ્વાગત કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમનું સફળ મદદનીશ બાગાયત નિયામક શ્રીમતી દિપ્તી ભક્તા,  જલાલપોર તાલુકા વિકાસ અધિકારી ધવલભાઈ પટેલ, મામલતદાર મૃણાલદાન ઈસરાણી, ખેતીવાડી શાખાના વિસ્તરણ અધિકારી તેજશભાઈ જાધવ, ગ્રામસેવક્શ્રીઓ અને બાગાયત વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!