DHRANGADHRASURENDRANAGAR
ધાંગધ્રામાં રવિવારના દિવસે સરકારી હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

તા.07/02/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા શહેરમાં આગામી તારીખ 9/2/2025 નાં રવિવારના રોજ સવારે 9:00 કલાકથી બપોરના 1:00 વાગ્યા સુધી ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે JJC સેન્ટ્રલ બોર્ડ, જૈન જાગૃતિ ફિઝિયોથેરાપી સેન્ટર, લેડિઝ વિંગ ધ્રાંગધ્રા તથા અનેક સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર એવા ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ બ્લડ ડોનેશન કેમ્પમાં ધ્રાંગધ્રા શહેર તથા તાલુકાના તમામ નાગરિકોને સ્વૈચ્છિક રક્તદાન કરવા જાહેર અપીલ કરવામાં આવી છે રક્તદાન કરનાર તમામ બ્લડ ડોનરને જૈન જાગૃતિ ફિઝિયોથેરાપી સેન્ટર લેડિઝ વિંગ – ધ્રાંગધ્રા તરફથી ભેટ તેમજ પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવશે.




