BANASKANTHAGUJARAT

નવરચિત ઓગડ તાલુકાના થરા માર્કેટયાર્ડ ખાતે કૃષિ મહોત્સવ યોજાયો.

આયોજન પંચના અધ્યક્ષ યમલભાઈ વ્યાસની અધ્યક્ષતામાં માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ,

નવરચિત ઓગડ તાલુકાના થરા માર્કેટયાર્ડ ખાતે કૃષિ મહોત્સવ યોજાયો.

નવ રચિત ઑગડ તાલુકાના તાલુકા મુખ્ય મથક થરા માર્કેટ યાર્ડ ખાતે આયોજન પંચના અધ્યક્ષ યમલભાઈ વ્યાસની અધ્યક્ષતામાં માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ,વાઈસ ચેરમેન કિરીટભાઈ અખાણી,થરા સ્ટેટ માજી રાજવી એવમ નગર પાલિકા નાપૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,ગ્રામ સેવક ઓગડ સેજો રાજપુર જોષી જનકકુમાર જીવણભાઈ (શિરવાડા)ડી.ડી.જાલેરા,ચાંગા સરપંચ હરદાસભાઈ ચૌધરી, રમેશભાઈ પ્રજાપતિ ઇન્દ્રમાણા, બાબુભાઈ ચૌધરી ખસા, રમેશભાઈ જોષી મોટાજામપુર, રાઘવેન્દ્ર જોષી,સોમાજી જગાણી તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખેડૂતોને સરકારની વિવિધ કૃષિ લગતી માહિતી તેમજ અન્ય લાભો વિશે રવિકૃષિ મહોત્સવ ૨૦૨૫નું આયોજન આજરોજ તા. ૧૪/૧૦/૨૦૨૫ ને મંગળવાર ના રોજ કરવામાં આવ્યું હતુ.જેમાં કૃષિ પ્રદર્શનને લગતા વિવિધ સ્ટોલની વ્યવસ્થા તેમજ કૃષિ નિષ્ણાંત દ્વારા કૃષિને લગતી અધ્યતન માહિતીનું આયોજન કરવામાં આવ્યું હતું.વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.પ્રાસંગિક પ્રવચન કરતા ગુજરાત આયોજન પંચના અધ્યક્ષ યમલભાઈ વ્યાસે જણાવ્યું હતું કે રવિ કૃષિ મહોત્સવમાં ભાગ લેનાર ખેડૂતોને આવકારૂ છું અને નવીન બનેલ ઑગડ તાલુકો ખેતીક્ષેત્રે નવો વિક્રમ સ્થાપવા જઈ રહ્યો છે ખેડૂતો તેને ખૂબ જ રસ દાખવી રહ્યા છે તેનો મને આનંદ છે. ડૉ. એસ.જે.વાઘેલાએ ખેતી ખર્ચ ઘટાડા ખેડૂત ઉપયોગી માર્ગદર્શન અને ધાન્ય પાકો વિશે સમજણ આપી અને અધગામના પ્રગતિશીલ ખેડુત વાઘાભાઈ ચૌધરી દ્વારા પ્રાકૃતિક ખેતીની વિસ્તૃત માહિતી અને ગાય આધારિત ખેતી-જીવામૃતનો ઉપયોગની સમજણ આપી હતી. કૃષિક્ષેત્રે પોતાની આગવી કોઠા સુઝથી વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ખેતીના વિકાસમાં નવીનતા લાવી ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપનાર ઠાકોર વરસંગજી વઘાજી ઉસારવાળા ને યમકભાઈ વ્યાસે સન્માનપત્ર પણ સન્માન કરવામાં આવ્યું હતું. સ્ટેજ સંચાલન નચિકેતા આર્ટ્સ કોલેજના નિયામક હસમુખભાઈ ચૌધરીએ કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

 

Back to top button
error: Content is protected !!