GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગરના લાલપુરમાં વસતી નિયંત્રણ જાગૃતિ કાર્યક્રમ

 

*લાલપુર ગામે વિશ્વ વસ્તી દિવસ નિમિતે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું*

*જામનગર (નયના દવે)

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. નૂપુર પ્રસાદના માર્ગદર્શન અનુસાર તાજેતરમાં  જિલ્લા કક્ષાના વિશ્વ વસ્તી દિવસની ઉજવણી લાલપુર ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં લાલપુર તાલુકાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત સર્વેને માહિતી આપતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે વર્તમાન સમયમાં વસ્તી વધારાની સમસ્યાઓ વિશે નાગરિકોને વાકેફ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત વસ્તી વધારાનું કેવી રીતે નિરાકરણ લાવી શકાય તે માટે કુટુંબ નિયોજનની વિવિધ પધ્ધતિઓ વિશે સરળ ભાષામાં ઉપસ્થિત મહેમાનો દ્વારા માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નરેન્દ્ર પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. ઉક્ત કાર્યક્રમમાં લાલપુર ગ્રામ સરપંચ શ્રી જયેશભાઈ તેરૈયા, લાલપુર તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.પી.ડી.પરમાર, જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાંથી શ્રી નીરજ મોદી, લાલપુર તાલુકાના આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

*000000*

Back to top button
error: Content is protected !!