હાલોલમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીની પોલ પેહલા વરસાદે ખોલી,નગરના ઠેરઠેર રોડ રસ્તા બેસી જતા ખોદેલા ખાડામાં વાહનો ફસાયા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૩.૬.૨૦૨૪
હાલોલ નગર સહિત પંથકમા ગતરોજ મોડી રાત્રે વરસેલા વરસાદને લઈ હાલોલ નગરમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજના ની કામગીરીની પોલ પ્રથમ વરસાદમાં ખુલી ગઈ હતી.નગરના કંજરી રોડ પર આવેલ તુલસી વિલા સોસાયટી માં જવાના રસ્તા ઉપર ભૂગર્ભ ગટર યોજનાને લઇ ખોદેલા ખાડામાં ઇજારદાર દ્વારા ખોદેલા ખાડામાં પુરાણ બરાબર નહિ કરતા આખા રસ્તા ઉપર વરસેલા વરસાદને લઈ તુલસી વિલા તરફ જવાનો રસ્તો બેસી જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા અને કેટલાક વાહનો ફસાઈ ગયા હતા.હાલોલ નગરમાં છેલ્લા ચાર વર્ષથી મંથરગતિએ ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજના માં ઇજારદાર દ્વારા નગરના તમામ રોડ રસ્તા ઉપર ભૂગર્ભ ગટર ની પાઇપ લાઇન નાખવા માટે ખાડા ખોદવામાં આવે છે જે ખોદેલા ખાડામાં પુરાણ બરાબર કરવામા આવતું ન હોવાને કારણે તે રસ્તા ઉપર છાસવારે કેટલાક વાહનો ફસાઈ જવાના બનાવો બનતા રહે છે. ગતરોજ વરસેલા વરસાદને કારણે નગરના કંજરી રોડ વિસ્તારમાં આવેલ તુલસી વિલા સોસાયટી માં જવાના માર્ગ ઉપર છેલ્લા એક સપ્તાહ થી ભૂગર્ભ ગટર યોજના ની કામગીરી ચાલી રહી છે તેમાં પણ યોગ્ય પુરાણ કરવામા ન આવતા જેમાં ગતરોજ વરસેલા વરસાદને લઈ આખો રોડ બેસી ગયો હતો જેને લઇ તે વિસ્તારમા રહેતા રહીશો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા તેમાં ગતરાત્રીએ બોલેરો ગાડી ફસાઈ ગઈ હતી.તેવીજ રીતે બસ્ટેન્ડ સામે દ્વારકાધીશ હવેલી થી હોટલ યુવરાજ તરફ જવાના રસ્તા ઉપર પણ ઠેર ઠેર ભુવાઓ પડી ગયા છે આજે સવારે એક ટ્રેક્ટર પણ ફસાઈ ગયું હતું જેને મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યુ હતું.ભૂગર્ભ ગટર યોજના ના ઇજારદાર દ્વારા કામગીરી બરાબર થતી ન હોવાની ફરીયાદો ઉઠવા પામી છે છતા પણ વહીવટી તંત્ર દ્વારા કોઈજ નક્કર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તેવા અનેક પ્રશ્નો લોકમુખે ચર્ચાઇ રહ્યા છે.