
તા.૧૩.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Fatepura:ફતેપુરા તાલુકાના CMTC સુખસર ખાતે THR માંથી બનાવેલ વાનગી નિદર્શન કાર્યક્રમ યોજાયો
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના CMTC સુખસર ખાતે THR માંથી બનાવેલ વાનગી નિદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં I.C.D.S. ફતેપુરા ઘટક -2 નાં cdpo, BNM, મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર તેમજ આરોગ્ય શાખાના મેડીકલ ઓફિસર,RBSK, ન્યુટ્રીશન આસિસ્ટન્ટ ઉપસ્થિત રહ્યા હતા.આ દરમ્યાન સી ડી પી ઓ દ્વારા લાભાર્થીઓને THR ના ઉપયોગ વિશે સમજણ તેમજ તેના પોષક તત્વોના ફાયદા વિશે માર્ગદ્શન આપવામા આવ્યુ હતું, જેથી બાળકોમાંથી કુપોષણ દૂર કરવાનો હેતુ સિદ્ધ કરી શકાય




