
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અમદાવાદ પ્લેન ક્રેશ થયાનો મામલો : મોડાસા, ખંભીસર, બાયડ ના કુલ 3 લોકો હતા સવાર : પરિવાર ચિંતિત,એરપોર્ટ પરનો પરિવાર સાથનો છેલ્લો વિડિઓ વાયરલ

અમદાવાદ ખાતે આજે બપોરના સમયે 1:30 કલાકની આજુબાજુ પ્લેન ક્રેશ થયાની ઘટના સામે આવી જેમાં અમદાવાદ વિસ્તારમાં મેઘાણીનગર આઇજીપી ગ્રાઉન્ડ પર મોટી દુર્ઘટના બનતો સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં ચોંકાવનારી ઘટના બની છે એર ઈન્ડિયા નું પ્લેન અમદાવાદ થી લંડન જઈ રહ્યું હતું અને બપોરના સમયે જ પ્લેન ક્રેશ થયું જેમાં 242 જેટલા મુસાફરો સવાર હતા પ્લેન ક્રેશ થયાની ઘટનામાં કેટલાય લોકના મોત નીપજ્યા છે.
અમદાવાદ થી લંડન જતી એર લાઇનમાં અરવલ્લી જિલ્લાના ત્રણ લોકો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી સામે છે જેમાં મળતી માહિતી મુજબ મોડાસા શહેરની ૩૫ વર્ષીય નુસરતજહા જેથરા સવાર હતા જે એક મહિના પહેલા મોડાસા આવ્યા હતા બીજી તરફ મોડાસાના ખંભીસરના જયશ્રીબેન પટેલ પણ પ્લેનમાં સવાર હતા જયશ્રી બેનના ત્રણ મહિના પહેલા જ લગ્ન થયાં હતા જે લંડનમાં રહેતા પતિ પાસે જયશ્રીબેન જતા હતા ત્યારે બાદ બાયડના કૈલાશબેન પટેલ પણ પ્લેનમાં સવાર હતા જેમાં ઘનશ્યામ સોસાયટીમાં માં રહેતા કૈલાશબેન જેઓ પણ લંડનમાં રહેતા પુત્ર પાસે જતા હતા આમ પ્લેન ક્રેશ થયાની ઘટનામાં અરવલ્લી જિલ્લાના 3 લોકો પ્લેનમાં સવાર હતા અને ઘટના ને લઈ હાલ તો પરિવાર ચિંતિત બન્યો છે. ઘટનાની જાણ થતા પરિવાર જનો અમદાવાદ ખાતે પહોંચ્યા છે. ખંભીસર ના જયશ્રી બેનનો એરપોર્ટ પરનો પરિવાર સાથેનો છેલ્લો વિડીયો પણ સામે આવ્યો છે





