સાણંદ – અમદાવાદ
સાણંદ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સોશિયલ મીડિયાના મેસેજ અથવા ખોટી અફવા પર ધ્યાન ન આપવા કરી અપીલ
સાણંદ ટાઉન પોલીસ સ્ટેશન તથા અણદેજ ગામના ખાતે સરપંચ તથા પંચાયત સદસ્ય તથા મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ ગામના વેપારીઓ અને હિન્દુ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ રીતે ઉજવવા કરી અપીલ અણદેજ ગ્રામપંચાયત તથા સાણંદ ટાઉન ખાતે સાણંદ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એચ. જી.રાઠોડ ની અધ્યક્ષતામા શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ
આગામી 6 જુલાઈના રોજ તાજીયા કાઢવામાં આવનાર હોવાથી શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ બન્ને સમાજ ના આગેવાનો સહીત અણદેજ ગામના સરપંચ તથા ગામના વેપારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ ઉજવે તેવી સાણંદ પોલીસ દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મીટીંગ બોલાવીને માહિતગાર કરેલ અને તહેવાર ઉજવણીના ભાગરૂપે સોશિયલ મીડિયામાં થતી પોસ્ટ વિશે કડક સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ ખોટી અફવા ફેલાવી નહી તેમજ આવી કોઈ માહિતી મળે તો પોલીસ અધિકારીનો સંપર્ક કરવા જણાવ્યું હતું આ બેઠકમાં અણદેજ ગામ સરપંચ તથા સમાજના આગેવાનો સામાજિક કાર્યકરો મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ : રિપોર્ટર ગુલાબ બૌધ્ધ,સાણંદ



