શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી. પટેલ આર્ટ્સ એન્ડ એસ.એ પટેલ કોમર્સ કોલેજમાં તારીખ 17/08/2024 ના રોજ રોડ સેફ્ટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પાલનપુરના આર.ટી.ઓ ડિપાર્ટમેન્ટમાંથી આરટીઓ ઇન્સ્પેક્ટર વી. પી. પટેલ ડી.જે. વાલા અને રોડ સેફ્ટી ટ્રેનર વી.બી. ઠાકોરે તેમની ટીમ સાથે હાજર રહી રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા.જેમાં કોલેજના 100 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ NSS ના પી.ઓ. ડૉ. એકતા ચૌધરી, ડૉ હિરલ ડાલવાણીયા અને પ્રા. રીતિક કુશવાહ એ કર્યું હતું.