
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજના અલગ અલગ સ્થાનોના ડુંગર પર આગ,ઇન્દિરાનગર પાછળના જંગલમાં તેમજ બેડઝના અને બગીચા વિસ્તારના ડુંગર પર ભીષણ આગ લાગી

અરવલ્લીમાં વધુ એક વખત જંગલ આગ લાગવાની ઘટના સામે આવી છે બે દિવસ પહેલા ભિલોડાના સુનોખ પાસે ડુંગર પર આગ લાગી હતી. બીજી તરફ ગઈ કાલના બપોરના સમયે મેઘરજના જંગલ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ સામે આવી મેઘરજના અલગ અલગ સ્થાનોના ડુંગર પર આગ લાગી હતી જે પૈકી એક ઈન્દિરા નગર પાછળના જંગલમાં ભીષણ આગ લાગી હતી તો બીજી બાજુ બેડઝના ડુંગર પર પણ ભીષણ આગ લાગી હતી તેમજ બગીચા વિસ્તારના પાછળના ભાગે પણ આગ લાગી હતી આગ લાગતા ની સાથે ધુમાડાના ઘોટેઘોટ ઊંચે સુધી જોવા મળ્યા હતા આગ લાગવાની જાણ થતા વનવિભાગ દોડતું થયું હતું અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જોકે આગ વધુ પ્રસરેલી હોવાથી ચારે બાજુ ફેલાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી આગ લાગતા જંગલી વનરાજી બળી ને ખાખ થઈ હતી વનવિભાગ અને સ્થાનિક લોકો એ આગ બુજવવા પ્રયત્નો હાથ ધર્યો હતા પરંતુ આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ બે કાબુ બની હતી અને ચારે બાજુ ફેલાઈ હતી હજુ સુધી મળતી માહિતી મુજ આગ પર કાબુ મેળવવામાં આવી નથી મેઘરજના બેડઝ પાસે ડુંગર પર આગનો મામલે ડુંગર પર લાગેલ ભીષણ આગ બેકાબુ બની છે સતત 4 કલાક થી જંગલ માં પ્રસરી રહી છે આગ આગની ભીષણતાં જોતા આગ ઇન્દિરા નગર અને સર્કિટહાઉસ સુધી પહોંચવાની શકયતા સેવાઈ રહી છે સ્થાનિકો કરી રહયા છે આગને કાબુમાં લેવાના પ્રયાસો આગ લાગવાનું કારણ હજુ અકબન્ધ છે





