હનુમાનદાસ બાપુજીની ૧૦૦મી જન્મજયંતિ નિમિતે મોટેરા કાલિકા ધામ ખાતે ભંડારાનું ભવ્ય આયોજન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
હનુમાન ટેકરીના પ.પૂ. હનુમાનદાસ બાપુજીની ૧૦૦મી જન્મ જયંતિ નિમિતે મોટેરા ખાતે આવેલ કાલિકા ધામ મહાકાળી માતાના મંદિરમાં ભાવિક ભક્તો દ્વારા ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું.
આ ભક્તિમય પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી પ્રસાદનો લાભ લીધો. કાર્યક્રમ દરમિયાન બાળકોને કંકુ-ચોખા વડે તિલક કરી ચોપડા તેમજ સ્ટીલના ડબ્બાઓ વિતરણ કરવામાં આવ્યા હતા, જેનાથી અહિંકાર રહિત સેવા અને શ્રદ્ધાનો સંદેશ પ્રસરી ગયો.
ભંડારા દરમ્યાન ભજન મંડળીની બહેનો દ્વારા હનુમાનદાસ બાપુજીના ભજનો ગવાઈ ભક્તિ ભાવનું પવિત્ર માહોલ સર્જાયો હતો. ઉપસ્થિત તમામ ભક્તોએ ભોજન પ્રસાદ ગ્રહણ કરીને બાપુજી પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી.
ઉલ્લેખનીય છે કે દર શનિવારે મોટેરાના કાલિકા ધામ, મહાકાળી માતાના મંદિર ખાતે હનુમાનદાસ બાપુના ભંડારાનું નિયમિત આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાય છે અને આધ્યાત્મિક શાંતિ અનુભવે છે.