થેલેસેમિયા પીડિત બાળકો માટે રક્તદાન કેમ્પ: પાંચકુવા કાપડ મહાજન અને G.C.C.I. દ્વારા ઉમદા સેવા કાર્યક્રમ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
સહકાર અને સેવાભાવના શ્રેષ્ઠ ઉદાહરણ રૂપે, પાંચકુવા કાપડ મહાજન અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (G.C.C.I.)ના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા થી પીડાતા બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રક્તદાન કેમ્પ 4 જૂન, બુધવારના રોજ સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પાંચકુવા કાપડ મહાજન હોલ ખાતે યોજાશે.
આ આયોજનમાં ઉમદા ભાગ લેનારા દરેક શેરદિલ દાતાને ચેમ્બર તરફથી એક અને પાંચકુવા મહાજન તરફથી એક, એમ કુલ બે ગિફ્ટ આપવામાં આવશે. પાંચકુવા મહાજન તરફથી આપવામાં આવતી ભેટ તન્વી સારીઝના કૈવનભાઈ દ્વારા અર્પણ કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ સહાય માટે કૈવનભાઈનો ખાસ આભાર માનવામાં આવ્યો છે.
આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ થેલેસેમિયા જેવી ગંભીર બીમારી સામે લડી રહેલા નિરાપરાધ બાળકો માટે સમયસર અને પૂરતો રક્ત ઉપલબ્ધ કરાવવાનો છે.
આ અવસરને વધુ સાર્થક બનાવવા માટે વધુમાં વધુ દાતાઓને આગળ આવી રક્તદાન કરવાનો અહવાન કરવામાં આવ્યો છે.ઓર્ગેનિઝર તરફથી જણાવવામાં આવ્યું છે કે “રક્તદાન કરવું એ માનવતાની મહાન સેવા છે – અને થેલેસેમિયા પીડિત બાળકના જીવન માટે આશાની કિરણ બની શકે છે.”
સાંસ્કૃતિક અને સમાજ સેવા ક્ષેત્રે સક્રિય આવી સંસ્થાઓ દ્વારા આ પ્રકારના આયોજન સમાજમાં એક સકારાત્મક મેસેજ આપે છે કે સહકાર અને કરુણાથી અનેક જીવ બચી શકે છે.