GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના વેજલપુર ખાતે સિનીયર સિટીઝન કપલ સાથે પોલીસની શી ટીમ દ્વારા રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો

 

તારીખ ૦૯/૦૮/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકા ના વેજલપુર ગામમાં એકલવાયું જીવન જીવતા સિનીયર સિટીઝન કપલ નું સિનીયર સિટીઝન કપલ તરીકે ઑનલાઇન રજીસ્ટર્ડ થયેલ હોય જેથી વેજલપુર પોલીસ સ્ટેશન ના પી આઈ ગઢવી ના માર્ગદર્શન હેઠળ વેજલપુર પોલીસ સ્ટેશન ના શી ટીમ ના WHC મેનકાબેન તથા કૃષ્ણાબેન (વુમન હેડ કોન્સ્ટેબલ) દ્વારા આજરોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે એકલવાયું જીવન જીવતા સિનીયર સિટીઝન કપલ ગીતા બેન સોની મહેન્દ્ર ભાઈ કંચનલાલ સૉની સાથે રક્ષાબંધન ના પર્વ ની કુમ કુમ તિલક કરી રાખડી બાંધી અને મોં મીઠુ કરાવી રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી હતી અને વેજલપુર પોલીસ સ્ટેશન ના પી આઈ ગઢવી દ્વારા સિનીયર સિટીઝન કપલ તરીકે ઑનલાઇન રજીસ્ટર્ડ થયેલ ગીતા બેન અને મહેન્દ્ર કંચનલાલ સૉની એકલવાયું જીવન જીવતા હોય અને તેઓની દેખભાળ રાખનાર કોઈ ન હોવાથી વેજલપુર પોલીસ સ્ટેશન ના પી આઈ દ્વારા સર્વ પ્રકાર ની મદદ ની ની ખાત્રી આપી છે અને તેઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ પડે તો તાત્કાલિક વેજલપુર પોલીસ સ્ટેશન નો સર્પક કરવા જણાવ્યું હતુ જેથી તમામ પ્રકાર થી મદદરૂપ થવાની ખાતરી આપી હતી જેથી એકલવાયું જીવન જીવતા સિનીયર સિટીઝન કપલ ગીતા બેન અને મહેન્દ્ર કંચનલાલ સૉની એ વેજલપુર પોલીસ સ્ટેશન ના પી આઈ ગઢવી નો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!