તા. ૦૮. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ ખાતે ૮ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઈતિહાસ અને સમાજશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય ડૉ.બી. આર. બોદરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે સરકારી વિનયન કોલેજના અધ્યાપક ડૉ.અશ્વિનભાઈ મેડા તથા સરકારી પ્રાથમિક શાળા રાબડાળના શિક્ષક બાબુભાઈ નિનામાએ વક્તવ્ય આપ્યું હતું જેમાં આદિવાસીની પરિભાષા તેમજ સંસ્કૃતિની સમજૂતી આપતા પ્રકૃતિનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ બાબુભાઈ નિનામાએ આદિવાસીઓના બંધારણીય અધિકારો અને વર્તમાન સમસ્યાઓ વિશે વાત કરી હતી. કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ.બી. આર.બોદર. અધ્યાપક ડૉ. એચ. કે. પંચાલ.માર્ગદર્શક. ડૉ. બી. સી. ચૌધરી. ડૉ. જી. જી. સંગાડા.ડૉ. ડી. બી. મુનિયા તથા કોલેજ નો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ડૉ .ધવલ જોશી અને ડૉ. ભરત માછી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રો. વરૂણ ડામોર દ્વારા તૈયાર કરાવેલ આદિવાસી લોક નૃત્ય વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું અને અંતે પ્રા.ઈટલીબેન બામણીયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી