કોરોના ફરી એકવાર ગુજરાતમાં સ્પીડ પકડી રહ્યો છે, 641 દર્દીઓ એક્ટિવ
ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. ગઇ કાલે ગુજરાતમાં કુલ 98 કોરોનાનાં કેસ નોંધાયા હતા જ્યારે એક મહિલા તથા એક યુવતીનું મોત નિપજ્યું હતું.

ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ સ્પીડ પકડી છે. ચોમાસું આવતાની સાથે જ સિઝનલ રોગચાળાની સાથે સાથે હવે કોરોનાએ પણ માઝા મુકી હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. ગુજરાતમાં કોરોનામાં સૌથી મોખરે અમદાવાદ છે. અમદાવાદમાં એક જ દિવસમાં 60 કેસ નોંધાયા છે. અમદાવાદમાં હાલમાં કોરોનાના કુલ 241 કેસ એક્ટિવ છે.
ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. ગઇ કાલે ગુજરાતમાં કુલ 98 કોરોનાનાં કેસ નોંધાયા હતા જ્યારે એક મહિલા તથા એક યુવતીનું મોત નિપજ્યું હતું. કોરોના ફરી એકવાર ગુજરાતમાં સ્પીડ પકડી રહ્યો છે ત્યારે તેમાં સૌથી મહત્વનો ભાગ અમદાવાદ ભજવી રહ્યું છે. હાલ ગુજરાતમાં જેટલા કેસ છે તેનાં અડધો અડધથી વધારે કેસ તો માત્ર અમદાવાદમાં જ એક્ટિવ છે. 3 વર્ષ બાદ કોરોનાને કારણે જે મોત નોંધાયા છે તે પણ અમદાવાદમાં જ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોનાના આંકડાની ચર્ચા કરીએ તો હાલ ગુજરાતમાં કુલ 461 કોરોનાનાં કેસ છે. જે પૈકી 20 લોકોની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ 441 નાગરિકોને માઇલ્ડ લક્ષણો હોવાના કારણે હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. બીજી તરફ 43 નાગરિકોને આજે ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. આજે કોરોનાને કારણે 1 નાગરિકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાલમાં કોરોનાના ઓમીક્રોનનાં પેટા ટાઇપ LF.7.9 અને XFG Recombinant પ્રકારનાં વેરિયન્ટ એક્ટિવ છે. જે ઘાતક નથી હોતા પરંતુ દર્દીને સામાન્ય તાવ, શરદી અને ખાંસી જેવા લક્ષણો જોવા મળે છે. ત્વરિત સારવાર મળે તો તે ઘાતક પણ નથી સાબિત થતો.



