AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE
કાર ભાડે આપવાના બહાને ફ્રોડ કરનાર ભાજપ નેતાના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ

અમદાવાદમાં કાર ભાડે રાખવાના નામે કૌભાંડ આચરનારા ભાજપ નેતાના દીકરા પ્રિન્સ મિસ્ત્રીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પ્રિન્સ મિસ્ત્રી દેવુ વધી જતા 45થી વધુ કાર ભાડે રાખવાના નામે ઉચાપત કરી હતી. લોકસભા ચૂંટણી સમયે કારનો કોન્ટ્રાક્ટ મળ્યાનું કહી અનેક વાહનો ભાડે રાખ્યા હતા. જે બાદ કારમાલિકોને રૂપિયા ન ચુકવીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આરોપીએ પહેલાં 5 કાર ગિરવે મુકીને થોડું દેવું ચુકવ્યું હતું.
કાર માલિકોએ ભાડું માગ્યું, ત્યારે આરોપીએ બીજા કાર ગિરવે મુકી હતી. આ અંગે ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત પટેલે કહ્યું કે, આ વાહનો અન્ય ગુનામાં વપરાયા કે નહીં તે અંગે તપાસ ચાલુ છે. જો કોઈ પોલીસકર્મી આ કૌભાંડમાં સામેલ હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામા આવશે.





