GUJARATJASDALRAJKOT CITY / TALUKO
Jasdan: જસદણ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોની સુરક્ષાર્થે પી.પી.ઈ. કીટ ફાળવવામાં આવી

તા.૨૧/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય અને આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા સફાઈ કામદારોનું ગૌરવ વધારવા અને તેઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે ‘રાષ્ટ્રીય મિકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ’ (નમસ્તે) યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સફાઈ કામદારોને સલામત રાખતી ખાસ પી.પી.ઈ. કીટ તૈયાર કરવામાં આવી છે. આ કીટની ફાળવણી જસદણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરના સફાઈ કામદારોને ફાળવણી કરવામાં આવી હતી.
આ સફાઈ કામદારો હવે ભૂગર્ભ ગટરની સફાઈ વખતે ખાસ પી.પી.ઈ. કીટ પહેરી કામગીરી કરશે જેના કારણે તેઓને કોઈ જાનમાલની નુકશાની ના થાય અને તેઓ નિર્ભીકપણે કામગીરી કરી શકે.




