AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

આંબેડકર જયંતી વિશેષ: શિક્ષણથી આત્મનિર્ભરતા સુધી – અનુસૂચિત જાતિના યુવાનો માટે ગુજરાત સરકારના અનેક પગલાં

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

સમાજના છેવાડાના લોકો સુધી ન્યાય પહોંચે અને તેઓ સશક્ત બને તે હેતુ સાથે ગુજરાત સરકાર ડૉ. આંબેડકરના માર્ગદર્શન હેઠળ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ, આવાસ, આરોગ્ય અને રોજગાર જેવા અનેક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ નીતિ-નિર્ણયો અમલમાં મૂકી રહી છે.

રાજ્યમાં હાલમાં 25 આદર્શ નિવાસી શાળાઓમાં 1822 અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે 79 સરકારી છાત્રાલયોમાં 4924 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક આવાસ અને ભોજન જેવી મહત્વપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સાથે સમરસ છાત્રાલયોમાં વર્ષ 2024-25માં કુલ 13,150 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો, જેમાંથી 2110 અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ છે.

અનુસૂચિત જાતિના યુવાનોને સેનામાં જોડાવા માટે સક્ષમ બનાવવા માટે રાજ્ય સરકારે અગ્નિવીર તાલીમ યોજના હેઠળ 150 વિદ્યાર્થીઓને 75 દિવસની તાલીમ માટે 34,000 રૂપિયાની સહાય પણ મંજૂર કરી છે.

ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ વર્ષ 2024-25માં 55,329 લાભાર્થીઓને કુલ 238 કરોડ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી છે. હવે સહાય રકમમાં 50,000 રૂપિયાનો વધારો કરીને કુલ સહાય રકમ 1,70,000 રૂપિયા કરવામાં આવી છે, જેનાથી લોકોને માત્ર ઘર નહીં પણ આત્મસન્માન પણ મળી રહે છે.

શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત પ્રિ-મેટ્રિકમાં 3,57,095 વિદ્યાર્થીઓને 47.86 કરોડ અને પોસ્ટ મેટ્રિકમાં 1,54,837 વિદ્યાર્થીઓને 297.08 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે. ઉપરાંત ફૂડબિલ યોજના હેઠળ 11,587 વિદ્યાર્થીઓને 17.33 કરોડ રૂપિયાની સહાય આપી છે, જેનાથી વિદ્યાર્થીઓને આર્થિક બોજા વિના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અવસર મળ્યો છે.

કાયદાના અને મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે પણ સરકાર દ્વારા નાણાકીય સહાયમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. કાયદાના તાલીમાર્થીઓને 7,000થી 3,000 રૂપિયાની રકમ અને ડૉ. પી.જી. સોલંકી યોજનાના અંતર્ગત મેડિકલ વિદ્યાર્થીઓને સહાયની રકમ 50,000થી વધારી 1,00,000 રૂપિયા કરી આપવામાં આવી છે.

વહન અને સ્વરોજગાર માટે લેવાનારી લોન પર 6% સુધી વ્યાજ સબસીડીનો લાભ પણ હવે અનુસૂચિત જાતિના યુવાનો માટે ઉપલબ્ધ છે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે.

આ બધાં પગલાં સમાજમાં સમરસતા, સમાનતા અને સશક્ત બનવાના માર્ગે અનુસૂચિત જાતિના યુવાનોને મજબૂત આધાર આપી રહ્યા છે. ગુજરાત સરકારનું આ અભિગમ ડૉ. આંબેડકરના દ્રષ્ટિકોણને આધુનિક પરિપ્રેક્ષમાં જીવંત કરે છે.

Back to top button
error: Content is protected !!