રજિસ્ટ્રેશન સહિતની મંજૂરીઓ વિના ચાલતા PG, હોમસ્ટે, હોસ્ટેલ શનલ સિક્યુરિટીનો પ્રશ્ન બની શકે : HC

મેટ્રો શહેરોમાં ચાલતા PG-હોસ્ટેલ્સ અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનું અવલોકન કર્યું છે. રજિસ્ટ્રેશન સહિતની મંજૂરીઓ વિના ચાલતા PG, હોમસ્ટે-હોસ્ટેલ આવતીકાલે નેશનલ સિક્યુરિટીનો પ્રશ્ન બની શકે છે તેમ કોર્ટે જણાવ્યું છે. પ્રોપર્ટીમાં કોણ અને કયાં વિસ્તારનાં લોકો રહે છે તેની જાણ હોવી જરૂરી છે. શિવરંજની વિસ્તારમાં ચાલતા PG વિવાદની સુનાવણી દરમિયાન કોર્ટનું આ મહત્ત્વનું અવલોકન સામે આવ્યું છે.
નોંધનીય છે કે હાલનાં સમયમાં મેટ્રો શહેરોમાં PG-હોસ્ટેલ્સનો જાણે રાફડો ફાટ્યો છે. ત્યારે સુરક્ષાનો મુદ્દો ગંભીર બન્યો છે. શિવરંજની વિસ્તારમાં ચાલતા એક PG વિવાદની સુનાવણી દરમિયાન કોર્ટનું મહત્ત્વનું અવલોકન સામે આવ્યું છે. કોર્ટે જણાવ્યું કે, રજિસ્ટ્રેશન સહિતની મંજૂરીઓ વિના ચાલતા PG, હોમસ્ટે-હોસ્ટેલ આવતીકાલે નેશનલ સિક્યુરિટીનો પ્રશ્ન બની શકે છે. પ્રોપર્ટીમાં કોણ અને કયાં વિસ્તારનાં લોકો રહે છે તેની જાણ હોવી જરૂરી છે. આ સાથે ગુજરાત હાઈકોર્ટે PG, હોમસ્ટે અને હોસ્ટેલનાં રજિસ્ટ્રેશન સહિતનાં નિયમો અંગે જાગૃતિ ફેલાવવા, નિયમો અને રજિસ્ટ્રેશન અંગે પ્રચાર પ્રસાર કરવા તંત્રને નિર્દેશ કર્યો છે.
સુનાવણી દરમિયાન અરજદારના વકીલે દલીલ કરી હતી કે PG રજિસ્ટ્રેશન માટે ઓન રેકોર્ડ કોઈ પોલિસી નથી. જ્યારે, સરકારી વકીલ જિ.એચ વિર્કે કહ્યું હતું કે, PG, હોસ્ટેલ અને હોમસ્ટે માટેનાં નિયમો અને રજિસ્ટ્રેશન માટે GDCR છે. સિલિંગની પ્રક્રિયા પહેલા નોટિસ આપવામાં આવી હતી, મંજૂરી વિના અને પ્રોપર્ટીમાં માલિક વિના અન્ય લોકો રહેતા હતા. માહિતી અનુસાર, હાલની સ્થિતિમાં શિવરંજની વિસ્તારનાં વિવાદિત PG માં રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સમય આપવામાં આવ્યો છે. PG માં નવા એડમિશન અને અન્ય બહારનાં કોઈ વ્યક્તિને પ્રવેશ ન આપવા પણ અરજદારને નિર્દેશ કરાયા છે. આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.





