‘બાબા સિદ્દીકીની જેમ મારી હત્યા થાય તો IPS પાંડિયન જવાબદાર:જિગ્નેશ મેવાણી
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ IPS અધિકારી રાજકુમાર પાંડિયનને લઇને ફરી એક વખત મોટો આરોપ લગાવ્યો છે. જિગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરી છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરતા લખ્યુ, ” બાબા સિદ્દીકીની જેમ જો મારી કે મારા પરિવારજનોની અથવા મારી ટીમના સાથીમાંથી કોઇની પણ હત્યા થાય છે તો તેના માટે માત્ર અને માત્ર IPS રાજકુમાર પાંડિયન જવાબદાર હશે. ફેક એન્કાઉન્ટર કેસમાં 7 વર્ષ જેલની સજા કાપી ચુકેલા આ અધિકારીના ચરિત્રને આખુ ગુજરાત ઓળખે છે. પછી કંઇ પણ થઇ જાય, હું ગુજરાત અને દેશના દલિત-પછાત અને બહુજનના આત્મ-સમ્માનની લડાઇ ક્યારેય નહીં છોડું.”
દલિતોના પ્રશ્ન મુદ્દે રજૂઆત કરવા ગયેલાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને આઇપીએસ રાજકુમાર પાંડિયન વચ્ચે તુ-તુ-મૈં-મૈં થઇ હતી.મોબાઇલ ફોન બહાર મૂકીને આવો તેમ કહેતાં પાંડિયન અને મેવાણી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ મામલે જિજ્ઞેશ મેવાણીએ વિધાનસભા અઘ્યક્ષ શંકર ચૈાધરીને રજૂઆત કરીકે, ધારાસભ્ય સાથે ગેરવર્ણતૂક કરનારાં ઉચ્ચ પોલીસ અધિકારી વિરુઘ્ધ વિશેષાધિકાર ભંગ બદલ કાર્યવાહી કરો.
https://x.com/jigneshmevani80/status/1848282292084785522/photo/1