
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ તાલુકાના સામાજીક અગ્રણી ઐયુબ પઠાણનો દીકરો એજાજખાન પઠાણ નાનપણથી અભ્યાસમાં બુદ્ધીજીવી હોવાથી ઉચ્ચ અભ્યાસ કરીને સારા ડોક્ટર બનવાનો સંકલ્પ કયૉ હતો.ધોરણ ૧ થી ૧૨ સુધીનો અંકલેશ્વરની ખ્યાતનામ સીએમ એકેડેમીમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ મેડિકલ માટેની નીટની પરીક્ષા પાસ કરી પાલનપુર ખાતેની બનાસ મેડિકલ કોલેજ મા ૨૦૧૯ માં પ્રવેશ મેળવી સારૂ પરીણામ લાવતા MBBS ડોક્ટરની ડિગ્રીની પરીક્ષા સફળતાપુર્વક પાસ કરતાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી અને આરોગ્યમંત્રી રૂષિકેશભાઇ પટેલના હસ્તે ડિગ્રી એનાયત કરાતા નેત્રંગ તાલુકાનું ગૌરવ વધારતા પરીવારના સભ્યો-ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા માંડી હતી.ઐયુબ પઠાણનો બીજો પુત્ર જાવેદ પઠાણ પણ હાલ MBBS પુર્ણ કરી હાલ વડોદરા ખાતે ઇન્ટર્નશિપ કરી રહ્યો છે.


