અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રામ ટેકરી મંદિરથી ધંધુકાની સૌથી પ્રાચીન જળ જીલણી અગિયારસ શોભાયાત્રાનું જોરશોરથી આયોજન કરવામાં આવ્યું. આ શોભાયાત્રા તાલુકાના મુખ્ય માર્ગો ઉપરથી કાઢવામાં આવી હતી. શેરીઓ, મહોલ્લાઓ અને બઝારોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઠાકોરજીના દર્શનનો લાભ લીધો. શોભાયાત્રામાં પોલીસે ખડેપગે ચુસ્ત બંદોબસ્ત રાખ્યો. ઠાકોરજીની પાલખી રામ ટેકરી મંદિરેથી નીકળી હતી અને જેમાં સંતો, મહંતો, વેપારીઓ, આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ધંધુકા પોલીસ સ્ટેશનના PI ગોજીયા સાહેબની સાથે સમગ્ર પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, GRD ખડે પગે રહ્યા હતા.