
એલસીબી નર્મદાને મળી મોટી સફળતા : જળમાર્ગે થતી દારૂની હેરાફેરીનો ફાસ કરી રૂ.૧૭ લાખનો વિદેશી દારૂ ઝડપી લીધો
નાવડી મારફતે નદીની વચ્ચે આવેલ ટાપુ ઉપર દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો જેને નર્મદા એલસીબી એ ઝડપી પડ્યો
જુનેદ ખત્રી : રાજપીપલા
નર્મદા એલ.સી.બી. ટીમના માણસો પ્રોહી અંગેની વોચમાં તેમજ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ગરૂડેશ્વર પો.સ્ટે. વિસ્તારના ગઘેર અને કાટખાડી ગામની વચ્ચે પાણીમાં આવેલ એક ટાપુ ઉપર વિદેશી દારૂની હેરફેર નાવડીઓ મારફતે થતી હોય અને મોટા પ્રમાણમાં જથ્થો ઉતરેલ હોય જે ચોક્કસ બાતમી આધારે આર.જી.ચૌધરી, પો.ઇન્સ. એલ.સી.બી. તથા ડી.કે.રાઠોડ, પો.સ.ઇ. એલ.સી.બી.નર્મદાનાઓએ તેમની ટીમ મારફતે બાતમીવાળી જગ્યાએ પ્રોહીબીશનની રેઇડ કરતાં સ્થળ ઉપરથી વિદેશી દારૂની નાની-મોટી બોટલ કુલ- ૧૩,૪૭૯ કિમત રૂ. ૧૭,૩૧,૨૯૭ /-નો વિદેશી દારૂ મળી આવતા પ્રોહીબીશનો તમામ મુદ્દામાલ જપ્ત કરી પ્રોઠીબીશનનો ગણનાપાત્ર શોધી કાઢી ગરૂડેશ્વર પો.સ્ટે.માં ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ગુનાના કામે ત્રણ આરોપીઓ (૧) ભદ્રેશ ઉર્ફે કાલુ નિકુલભાઇ તડવી રહે.જુના કોટ, રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા (૨) હોનજીભાઈ ગુરજીભાઈ વસાવા રહે.ગધેર, તા.ગરૂડેશ્વર, જી.નર્મદા (3) અંબુભાઇ શામજીભાઇ વસાવા રહે.ગધેર, તા.ગરૂડેશ્વર, જી.નર્મદા ને વોન્ટેડ જાહેર કરી શોધવાની તજવીજ હાથ ધરી છે જોકે ગરુડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થાની હેરાફેરી થઈ રહી હતી ત્યારે ગરુડેશ્વર પોલીસ ઊંઘતી ઝડપાઈ તેમ કહી શકાય



