સંસ્કૃતિ માનવ સેવા સંસ્થા દ્વારા દિવ્યાંગોને રેઇનકોટ વિતરણ

અમદાવાદની સંસ્થાએ રાહ ચિંધ્યો-દિવ્યાંગો માટે વરસાદી સીઝનમાં રેઇનકોટ વિતરણ
જામનગર (ભરત ભોગાયતા)
સંસ્કૃતિ માનવ સેવા સંસ્થાએ વધુ એક વખત રાહ ચિંધ્યો છે અને અમદાવાદની આ સંસ્થાએ દિવ્યાંગો માટે હાલ ચોમાસામા રેઇનકોટ વિતરણ કર્યા હતા.
સંસ્કૃતિ માનવ સેવા સંસ્થા થલતેજ ગુરુકુલ રોડ, અમદાવાદ ખાતે દ્રષ્ટિહિન ભાઈ-બહેનો માટે છેલ્લા 12 વર્ષથી કાર્યરત છે. તેઓની જરૂરિયાતોનું ધ્યાન રાખવું, રોજગારી માટે તેમને તાલીમ આપવી, તેમના વ્યક્તિત્વનો વિકાસ કરવો અને કારકિર્દી અંગે માર્ગદર્શન આપવું એ સંસ્થાનો મુખ્ય હેતુ છે.


ઘણા બાળકો દ્રષ્ટિહિન હોવાને કારણે શિક્ષણના અભાવમાં અટકી પડે છે તો તેમને આગળ વધારવા શિક્ષણ અને શૈક્ષણિક સામગ્રી પૂરું પાડવી અને નોકરી માટે તૈયારી કરાવવી—આ બધી પ્રવૃત્તિઓ સંસ્થા દ્વારા કરાઈ રહી છે.
દરેક મોસમમાં દ્રષ્ટિહિન ભાઈ-બહેનો અને બાળકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ખાસ કરીને વરસાદના મોસમમાં. એવા ભાઈ-બહેનો કે જે દ્રષ્ટિહિન તથા શારીરિક રીતે અક્ષમ છે અને જો તેમને નોકરી માટે બહાર જવું પડે અને આર્થિક સ્થિતિ સારી ન હોય તો તેમની સ્થિતિ અત્યંત કઠિન બની જાય છે.
સંસ્કૃતિ માનવ સેવા સંસ્થાએ પહેલીવાર ઈતિહાસ રચ્યો છે. સંસ્થાએ આશરે 200 દ્રષ્ટિહિન અને અપંગ ભાઈ-બહેનોને રેનકોટ વિતરણ કરી રાહત આપી છે, જેના પરિણામે તેમણે ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો છે.
તેમનું કહેવું છે કે, “ઘણાં મોટાં સંસ્થાઓ કામ કરે છે… પણ આ વરસાદના મોસમમાં કોઈ અમારું વિચારે નહીં. અમે સંસ્કૃતિ માનવ સેવા સંસ્થાના આભારી છીએ કે અમારું ધ્યાન રાખ્યું.”
સંસ્થા ભવિષ્યમાં પણ આવા જ રીતે તમામ દિ્વ્યાંગજનોની સેવા કરતી રહેશે અને તેમને તાલીમ આપી પોતાના પગે ઉભા રાખવા માટે આ પહેલ અને સફર સતત ચાલુ રાખશે.
આ તકે પ્રતિભાવ આપતા દિવ્યાંગોએ જણાવ્યુ હતુ કે
આ બહુ સરસ આયોજન કહેવાય અને આ સંસ્થા દિવ્યાંગો માટે સારા વિચારો ધરાવે છે અત્યારે ચોમાસાની સિઝન હોવાથી દરેક દિવ્યાંગ ભાઈ બહેનોને રેનકોટ જરૂરિયાત પડતી હોય છે તેમજ આ સંસ્થા દિવ્યાગોને રોજગારી પણ આપે છે આવા સરસ આયોજન કરવા બદલ રાજુભાઇ રબારી, માલધારી દિવ્યાંગ સંગઠન ગુજરાત એ પણ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો છે.





