AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONECHANASMAMEHSANA

જમીન માફિયાઓ દ્વારા બિલ્ડરો પર કરવામાં આવેલા હુમલા કેસમાં પોલીસ હવે એકશનમાં

કબજો કરવા ભાડૂતી ગુંડાઓ દ્વારા બોડકદેવમાં રહેતા બિલ્ડરોને કડીમાં તેમના જ પ્લોટ પર ગુંડાઓ એ માર્યા હતા જેમનો હવે પોલીસે સર્વિસ કરીને વરઘોડો કાઢ્યો

 

 

રેઇકી કરી ને બિલ્ડરો પહોંચે તે પહેલાં જ આ લુખ્ખા તત્વો પ્લોટ પર લાકડીઓ અને ધારીયાઓ સાથે તૈયાર હતા અને બિલ્ડરો ત્યાં પહોંચતા જ હુમલો કર્યો હતો.

 

અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં રહેતા મનન પટેલ અને તેમના ભાગીદાર રિમ્પલ પટેલ અને અમિત શાહ કોર્ટ કમિશન સાથે તેમના કડી ખાતે આવેલા વેકરા ગામે પંચનામું કરવા ગયા હતા ત્યારે જ જે આરોપી કે જેના પર આ પ્રકારના કેસ અગાઉ પણ નોંધાયેલા છે તેવા મેહુલ રઘુનાથ રબારીએ તેમના ૧૫ થી વધુ ગુંડાઓ દ્વારા છરી, ધારીયા અને લાકડીઓ થી હુમલાઓ કરાવ્યા હતા.

 

કોર્ટ કમિશન અને નજીકના બાવલું પોલીસ સ્ટેશન ના પોલીસ ની હાજરી હોવા છતાં આ લુખ્ખા તત્વોએ બિલ્ડરો ને માર માર્યો હતો.

બિલ્ડરોને લોહી લુહાણ કરી ને આ ટોળકીને પોલીસે પકડી પાડી છે અને મીડિયાના અહેવાલો બાદ આરોપીઓને સર્વિસ કરીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો.

બિલ્ડરો દ્વારા આ મામલે ગૃહવિભાગ અને મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી છે અને આ કિસ્સા પછી કોઈપણ બિલ્ડર કે જમીન માલિક સાથે આ પ્રકારની ઘટનાઓ ન બને તેવી વિનંતી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!