AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE
શુદ્ધ સ્પર્ધા, શુદ્ધ સંગીત—સત્ય અને સિદ્ધાંતના સૂત્રથી ભેદભાવ પર સંપૂર્ણ પ્રતિબંધ!
સંગીત સુવાસ દ્વારા ગુજરાતના સાચાં સંગીત પ્રેમીઓને મળ્યું સુવર્ણ મંચ!
ગુજરાતના પ્રતિષ્ઠિત સંગીતજ્ઞ અને સામાજિક કાર્યકર્તા શ્રી કશ્યપભાઈ ઠક્કર દ્વારા રાજ્ય સ્તરિય સંગીત સુવાસ સીઝન 3 ઓનલાઈન ગાયન સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું, જેની થીમ હતી “બોલીવૂડ બ્લાસ્ટ”. ગુજરાતનાં વિવિધ પ્રાંતમાંથી અનેક ગાયન પ્રેમી સ્પર્ધકોએ ઘરે બેઠાં જ ભાગ લઈ પોતાની પ્રતિભા પારખવાની ઉત્તમ તક પ્રાપ્ત કરી. આ સ્પર્ધાની વિશેષતા એ હતી કે પ્રારંભિક માકિંગ ક્રાઈટેરિયા સ્પર્ધકોને પહેલેથી જ આપવામાં આવ્યા હતા, જેથી સ્પર્ધકો પોતાનું પ્રદર્શન સ્વતંત્ર અને નિયમબદ્ધ રીતે નક્કી કરી શકે. આ ભેદભાવ રહિત અને ન્યાયસંગત પ્રક્રિયા દ્વારા એક પ્રમાણિક અને શુદ્ધ સ્પર્ધા, આકર્ષક પળોમાં બદલાઈ. જીતવા માટે નહિ જીવનની પળો ને યાદગાર બનાવવા માટે ઉજવાઈ. સંગીતને માત્ર મનોરંજન નહીં, પરંતુ એક સંવેદનશીલ અને પ્રતિભાની ઉપજ તરીકે જોવામાં આવ્યું જેનાં ઉપલક્ષ્યમાં સંગીતને માત્ર સમય પસાર માટે ઉપયોગ કરનારાથી અલગ રાખવા, અને જનતાની મફત ખોરીની માનસિકતામાં બદલાવ લાવવા આંશિક ટોકન ફી રાખવામાં આવી જેથી વઘુ પડતી વ્યર્થ એન્ટ્રીનાં લીધે સર્જાતી અવ્યવસ્થા દૂર થાય અને સાચાં સંગીત પ્રેમીઓ સાથે અન્યાય ન થાય. આશરે બે મહિના સુધી ચાલેલી આ ગાયન યાત્રાનો વિજયોત્સવ 24મી મે, એટલે કે કશ્યપ સરના જન્મદિવસના શુભ પ્રસંગે તેમની યુટ્યુબ ચેનલ પર ઓનલાઈન યોજાયો. વિજેતાઓનાં પરિણામ અને ઓનલાઈન એવોર્ડ સેરેમની પણ પ્રસારિત કરવામાં આવી. આ સ્પર્ધામાં પ્રથમ સ્થાને ડીસાના શિક્ષક શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, (સતત બીજી વખત વિજેતા), દ્વિતીય સ્થાને રાજકોટનાં ભરતભાઈ શુકલ તેમજ તૃતિય સ્થાને અમદાવાદનાં સુધાબેન દવે(યુએસ થી ઓનલાઈન ભાગl લીધેલ)રહ્યાં. એટલું જ નહિં વિજેતા ન થયેલ તમામ સ્પર્ધકોને ડિજીટલ પ્રમાણપત્ર તેમજ લકી ડ્રો દ્વારા એક ભાગ્યશાળી સ્પર્ધક (મોરબીનાં શ્રી ખુશ્બુબેન મહેતા)ને શુભેચ્છા ભેટ પણ પહોચાડવામાં આવી—જે સત્યનિષ્ઠ અને નિષ્કપટ સંગીત સેવાનો અનોખો સંદેશ સાર્થક કરે છે.આમ, ‘સંગીત સુવાસ’ પહેલ માત્ર એક ગાયન સ્પર્ધા નહીં, પરંતુ સાચા સંગીત પ્રેમીઓની પ્રતિભાના ઉન્મેશ માટે એક નિષ્ઠાવાન યજ્ઞ સાબિત થઈ.