DHORAJIGUJARATRAJKOT CITY / TALUKO

Dhoraji: ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામે આશરે ૧૦ લાખની સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયું

તા.૨૪/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Dhoraji: કલેકટરશ્રી પ્રભવ જોશીના આદેશથી ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામના સરકારી ખરાબાના સર્વે નંબર ૧૦ પૈકી ૧ કે જે જમીન જંગલ ખાતાને ભાદર -૨માં જંગલખાતાની જમીન સંપાદન કરવામાં આવેલ તેની જગ્યાએ ફાળવવામાં આવેલ છે તે જમીનમાં ૧૫૦ ચો.મી.ના ૪ ગોડાઉનનું દબાણ દૂર કરવામાં આવેલ છે. જેની બજાર કિંમત અંદાજીત રૂ.૧૦,૦૦,૦૦૦/- જણાઈ છે.

પ્રાંત અધિકારીશ્રી ધોરાજી, મામલતદાર ધોરાજી તથા મામલતદાર ઓફિસ સ્ટાફ તથા પોલીસ બંદોબસ્ત સાથે ૧૫૦ ચો. મી. જમીન પરથી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી તેમજ બાકી રહેલ જમીન પર થયેલ દબાણ બાબતે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી દબાણ દૂર કરવાની કામગીરી આગામી સમયમાં દૂર કરવામાં આવશે તેમ પ્રાંત અધિકારીશ્રી ધોરાજીએ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!