સાણંદ તાલુકા ફાંગડીગામ અનુસૂચિત જાતિ વિસ્તારમા વિકાસના કામ પ્રશ્ન બાબતે તાલુકા સદસ્યએ ગામની મુલાકાત લીધી
સાણંદ તાલુકાના ફાંગડી ગામ ખાતે અનુસૂચિત જાતિ સમાજના વિસ્તારોમાં ભ્રષ્ટાચાર અને વિકાસના કામોથી વંચિત રાખવાના મુદ્દે સાણંદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તે અનુસંધાનમાં, તાલુકા સદસ્ય શ્રી ચંદુભાઈ કો.પટેલ દ્વારા ગામના સરપંચ, મોહનભાઇ લકુમ (સામાજિક કાર્યકર), ધીરુભાઈ – ( સા.ન્યાય સમિતિ ચેરમેન) તથા વિસ્તારના લોકોનેં સાથે રાખીનેં અનુસૂચિત જાતિ વિસ્તારની સ્થળ પર મુલાકાત લીધી હતી.મુલાકાત દરમિયાન વિસ્તારમાં કરવાનું બાકી રહેલ તમામ વિકાસકાર્યઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ,તાલુકા સદસ્ય ચંદુભાઈ કો.પટેલ દ્વારા અનુસૂચિત જાતિ સમાજના લોકો તથા હાજર રહેલા કાર્યકરોને વિશ્વાસ અપાવવામાં આવ્યો કે,વિસ્તારમાં બાકી રહેલ તમામ વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરાવવામાં આવશે.આ વિશ્વાસપ્રેરક વચનથી ફાંગડી ગામના અનુસૂચિત જાતિ સમાજના લોકોને પ્રસન્નતા પ્રસરી છે.ગામના લોકોએ તાલુકા સદસ્ય શ્રી ચંદુભાઈ કો.પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટર : ગુલાબ બૌધ્ધ, સાણંદ