રાશમિયા જયેશકુમાર – ધંધુકા
શ્રી ગણેશ મહોત્સવ દરમિયાન સતત ધાર્મિક કાર્યક્રમો પછી વિસર્જનમાં વિશાળ સંખ્યામાં લોક સમુદાય ઉમટી પડ્યો. અમદાવાદ જિલ્લાની ધંધુકા ખાતેની પારેખળીમાં સૌપ્રથમ શ્રીગણેશ મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ધંધુકાની પારેખફળના શ્રી ફળદાયી હનુમાનજી ચોક ખાતે વર્ષો વર્ષ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાય છે. ચાલુ સાલે સૌપ્રથમવાર શ્રીગણેશ મહોત્સવનું તારીખ 7થી તારીખ 15 મી સપ્ટેમ્બર રવિવાર સુધી દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 15મી એ શ્રી ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું .શ્રી ગણેશ મહોત્સવ દરમિયાન રોજ રાત્રે મહા આરતી, પ્રસાદ, ભજન અને સત્યનારાયણ ભગવાનની કથા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શ્રી ગણેશ વિસર્જનમાં વિશાળ સંખ્યામાં યુવાનો ભાઈઓ બહેનો વડીલો જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ધંધુકા પારેખફળીના યુવાનો, વડીલો, ભાઈઓ અને બહેનોએ ખૂબ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શ્રી ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન ધંધુકા પી.આઇ રમેશભાઈ ગોજીયા સાહેબ દ્વારા સખત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.