જાહેર સ્થળોએ સિક્યુરિટી અને નિરીક્ષણ માટે કડક પગલાં — CCTV કેમેરા અને ગાર્ડ ફરજિયાત, નિયમના ભંગ પર દંડની જોગવાઈ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
જાહેર સુરક્ષા માટે ખાસ પગલાં સ્વરૂપે અમદાવાદ શહેર પોલીસ કમિશનરના હકુમત સિવાયના વિસ્તારોમાં તમામ જાહેર સ્થળોએ સિક્યુરિટી ગાર્ડ અને CCTV કેમેરા ફરજિયાત બનાવવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા આ નવીન જાહેરનામા અનુસાર 20 જૂન 2025થી 18 ઑગસ્ટ 2025 સુધી આ આદેશ અમલમાં રહેશે.
આદેશ મુજબ, શહેરના શોપિંગ મોલ્સ, કોમર્શિયલ સેન્ટરો, હોટલ-રેસ્ટોરન્ટ, લોજીંગ અને બોર્ડીંગ હાઉસ, ધર્મશાળા, અતિથિગૃહો, બહુમાળી બિલ્ડિંગો, ટોલ પ્લાઝા, પેટ્રોલ પંપો, વિશ્રામ ગૃહો અને ભીડભાડવાળા તમામ સ્થળોએ સિક્યુરિટી ગાર્ડને ફરજ પર રાખવો ફરજિયાત છે. સાથે સાથે, ઉચ્ચ ગુણવત્તાવાળા CCTV કેમેરા સ્થાપિત કરીને તેનું ચોવીસે કલાક રેકોર્ડિંગ ચાલુ રાખવું પડશે.
CCTV કેમેરાનું રેકોર્ડિંગ એવું હોવું જોઈએ કે તેમાં વાહનનો નંબર સ્પષ્ટપણે જોઈ શકાય અને ડ્રાઇવર તથા તેની બાજુમાં બેઠેલી વ્યક્તિનો ચહેરો પણ સ્પષ્ટ દેખાઈ શકે. તમામ સ્થળોએ આ રેકોર્ડિંગ ઓછામાં ઓછું 15 દિવસ સુધી સચવાઈ રાખવું જરૂરી રહેશે.
જાહેરનામામાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ સૂચનોનો ભંગ કરનાર વ્યક્તિ કે સંસ્થા સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 223 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને તેમને દંડયોગ્ય ગણવામાં આવશે.
આ નિર્ણયની પાછળનો હેતુ લોકોની સલામતી, ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ અને જાહેર જગ્યાઓની સતત દેખરેખ રાખીને અનિચ્છનીય ઘટનાઓને અટકાવવાનો છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે અગાઉના વર્ષોમાં જાહેર સ્થળોએ થયેલી કેટલાક અણઘટનાઓ અને ચોરીના બનાવોને ધ્યાનમાં રાખી આ પ્રકારની સાવચેતી લેવામાં આવી છે. પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા નિયમિત તાળીમ પણ આપવામાં આવશે જેથી સ્થાનીક સંસ્થાઓ અને દુકાનદારો ટેકનિકલ રીતે પણ સજ્જ રહે.
જાહેર સુરક્ષા માટેનો આ નિર્ણય સમગ્ર જિલ્લામાં એક ઉદાહરણરૂપ કડમ સાબિત થશે અને લોકોને વધુ સલામત વાતાવરણ મળી રહેશે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી છે.