AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અત્યંત જટિલ બનાવેલી શિષ્યવૃત્તિની પ્રક્રિયાને સરળ બનાવવાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લાના કલેકટરોના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપ્યું.

વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મળી રહે તે માટે શરતોમાં જરૂરી ફેરફાર કરવા અને ઓનલાઇન પ્રોસેસમાં પણ સોફ્ટવેરમાં સુધારા કરવામાં આવે: આપ ભાજપ સરકારે વિદ્યાર્થીઓના હિતમાં-સમાજના હિતમાં-શિક્ષણના હિતમાં ગંભીરતાથી વિચારવાની જરૂર છે: આપ

પાત્રતા ધરાવતા અનેક વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ સમયસર રજૂ ન કરી શકવાના કારણે શિષ્યવૃત્તિથી વંચિત રહે તેવી સંભાવના છે: આપ

અમદાવાદ

હાલ સમગ્ર ગુજરાતમાં શિષ્યવૃત્તિની ઓનલાઇન કેવાયસી ની જટિલ વ્યવસ્થા મુદ્દે બાળકો અને વાલીઓ ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. માટે આજે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ શિષ્યવૃત્તિની ઓનલાઇન કેવાયસી ની પદ્ધતિને સરળ બનાવવા માટે જિલ્લાના કલેકટર ના માધ્યમ થી રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું. અમદાવાદ, કચ્છ, ભુજ, જામનગર, ડેડીયાપાડા, સુરેન્દ્રનગર સહિત તમામ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીના પદ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી ખાતે કલેકટરને આવેદનપત્ર સોંપ્યું હતું.

આમ આદમી પાર્ટી એ આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સને 2024 -25માં ડિજીટલ ગુજરાત પોર્ટલ પર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની ઓનલાઇન દરખાસ્ત કરવામાં અનેક ટેકનિકલ અને વ્યવહારિક મુશ્કેલીઓ છે, જે કારણે આ કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવું અશક્ય છે અને પાત્રતા ધરાવતા અનેક વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ સમયસર રજૂ ન કરી શકવાના કારણે શિષ્યવૃત્તિથી વંચિત રહે તેવી સંભાવના છે. તો આ બાબતે ઓછામાં ઓછા ડોક્યુમેન્ટ સાથે સરળતાથી લાયક વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મળી રહે તે માટે શરતોમાં જરૂરી ફેરફાર કરવા અને ઓનલાઇન પ્રોસેસમાં પણ સોફ્ટવેરમાંએ સંબંધે સુધારા કરવા વિનંતી કરવામાં આવે છે.

ઓનલાઇન દરખાસ્તમાં આવતી મુખ્ય અડચણો આ મુજબ છે, ચાલુ વર્ષ 2024 – 25થી રેશનકાર્ડમાં વિદ્યાર્થીઓનું નામ હોવું – એ પણ એમના પ્રિન્ટેડ કોડ સાથે હોવું અને એ આધારકાર્ડ સાથે લીંક હોવું ફરજીયાત છે. આ જોગવાઈ તથા શાળાએ ડિજિટલ પોર્ટલ પર સ્ટુડન્ટ એન્ટ્રી કરતા ડેટા એનાલિસિસમાં જોવા મળ્યું છે કે ૯૦ ટકા વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અને રેશનકાર્ડ લિંક નથી. શાળાએ ડિજિટલ પોર્ટલ પર સ્ટુડન્ટ એન્ટ્રી કરતા ડેટા એનાલિસિસમાં જોવા મળ્યું છે કે – ૨૦ ટકા વિદ્યાર્થીઓના રેશનકાર્ડના નામ સાથે કોડ નથી. પંચાયત મારફત પેનથી સુધારો કરી ઉમેરેલા છે આધારકાર્ડ અને રેશનકાર્ડને લિંક કરવા માટે બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન કરવાનું હોવાથી વિદ્યાર્થીએ જાતે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ લઈને ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર પાસે જવું પડે છે ( ફક્ત વાલી જાય તો ન ચાલે ) અહીં પણ મુશ્કેલી એ છે કે દરેક ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર નથી. ત્યાં આટલી મોટી સંખ્યામાં એક સાથે E-KYC શક્ય નથી બનતું, એમને સર્વરના પ્રોબ્લેમ છે. મોટાભાગે વેબસાઈટમાં ટેકનિકલ ફોલ્ટ કે એરર હોય છે. આથી આ વિદ્યાર્થીઓને પંચાયત તરફથી તાલુકા કક્ષાએ જવા સૂચના આપવામાં આવે છે કે ફરજ પાડવામાં આવે છે.

આ રીતે એક વખત જાતિ પ્રમાણપત્ર માટે – એક વખત આવકના દાખલા માટે – એક વખત E-KYC માટે અનેક વખત બેંકમાં આધારકાર્ડ લિંક માટે PFMS એક્ટિવેટ કરાવવા માટે અને અધૂરામાં પૂરું આધારકાર્ડમાં કંઈ હકીકત દોષ હોય તો એના સુધારા માટે વિદ્યાર્થીએ એના વાલી સાથે તાલુકા મથકે જવાનું ફરજીયાત બને છે, સરવાળે જોઈએ તો શિષ્યવૃત્તિમાં મળતી રકમ કરતાં પાંચ ગણી રકમ આ ધરમધકકા પાછળ ખર્ચાઈ જાય છે. એથી હવે સમજુ વાલીઓ તો શિષ્યવૃત્તિ લેવાની જ ના કહી દે છે.

વિદ્યાર્થીઓને સરળતાથી શિષ્યવૃતિ મળી રહે એ માટે શાળાએ ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પર કરેલી ડેટા એન્ટ્રીને આધારભૂત ગણી એમાં દર્શાવેલ જ્ઞાતિ અને આર્થિક કેટેગરીને ધ્યાને લઈ ડિજિટલ ટ્રાન્જેક્શનથી વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં શિષ્યવૃત્તિ જમા આપવામાં આવે તો ખરેખર વિદ્યાર્થીઓ સાથે ન્યાય થશે. કદાચ આ પ્રકારની વ્યવસ્થામાં બે-ચાર ટકા એવા વિદ્યાર્થીઓને પણ લાભ મળી જશે જેને પાત્રતા ન હોય પણ આખરે એ નિયમિત વિદ્યાર્થીઓ જ છે અને આર્થિક પછાત વર્ગ અસ્તિત્વમાં આવતા ભાગ્ય જ અનુદાનિત કે સરકારી શાળામાં એવા વિદ્યાર્થી છે જે શિષ્યવૃતિને પાત્ર નથી, તો આ બાબતે વિદ્યાર્થીઓના હિતમાં – સમાજના હિતમાં – શિક્ષણના હિતમાં ગંભીરતાથી વિચારવાની જરૂર છે. આ ઉપરાંત માધ્યમિક – ઉચ્ચતર શાળાઓમાં દર માસે લેવામાં આવતી એકમ કસોટીના દરેક પ્રશ્નવાર માર્કસની ઓનલાઇન એન્ટ્રીની જગ્યાએ વિભાગ વાર એન્ટ્રી કરવામાં આવે તો ઘણી સરળતા રહે. આ અમારી માંગણી અમારા સ્વાર્થ માટે નહીં પણ વિદ્યાર્થીઓ અને શિક્ષણના હિત માટે છે, જે ધ્યાને લઈ સત્વરે જટીલ બનતી જતી આ ઓનલાઈન પ્રોસેસને સરળ બનાવવા આગ્રહભરી વિનંતી છે.

Back to top button
error: Content is protected !!