અમદાવાદના મેઘાણીનગર ટાટા નગર સોસાયટીમાં આઠમની માતાજીની આરતીનો ભવ્ય આયોજાન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ : મેઘાણીનગર વિસ્તારમાં આવેલ ટાટા નગર સોસાયટીમાં આજ રોજ આઠમની માતાજીની આરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સોસાયટીના રહેવાસીઓએ ઉત્સાહ અને ભક્તિપૂર્વક ભાગ લીધો હતો. ખાસ વાત એ રહી કે નિરમા ગ્રુપના સંસ્થાપક પરિવાર દ્વારા માતાજીની આરતી ઉતારી હતી, જે પ્રસંગને વિશેષ ભવ્યતા પ્રાપ્ત થઈ.
મંડપને આકર્ષક રીતે શણગારવામાં આવ્યો હતો અને માતાજીની પ્રતિમા સમક્ષ પૂજા-અર્ચના બાદ ભક્તિ સંગીત અને પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓએ પરંપરાગત વસ્ત્રોમાં ઉત્સાહપૂર્વક ગરબા રમ્યા હતા, જ્યારે બાળકો અને યુવાનો પણ આનંદથી જોડાયા હતા.
આરતી બાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમ્યાન સમાજમાં એકતા, ભક્તિભાવ અને પરંપરાના સંવર્ધનનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે દર વર્ષે આઠમની આરતીને લઈને ટાટા નગર સોસાયટીમાં વિશેષ ઉત્સાહ જોવા મળે છે અને આ વર્ષે નિરમા પરિવારના આગમનથી કાર્યક્રમને વધુ યાદગાર બનાવાયો હતો.