RAJKOTUPLETA

ભાયાવદરમાં નોર્થ અમેરિકા કડવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા ધોરણ ૧ થી ૭ ના ગરીબ બાળકો માટે વિના મુલ્યે ટ્યુશન ક્લાસ શરૂ કરવામાં આવ્યા

૨૧ એપ્રિલ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા


ભાયાવદર શહેર ખેતી અને ખેત મજૂરો સાથે સંકળાયેલ શહેર છે. આ શહેરની અંદર ગરીબ બાળકોના ભવિષ્ય માટે નોર્થ અમેરિકા કડવા પટેલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી ધોબીતળ વિસ્તારના વિધાર્થીઓ કે જેઓ ધોરણ ૧ થી ૭ ના કુલ ૧૧૦ બાળકોને દરરોજ ૨ કલાક વિનામુલ્યે ટ્યુશન આપવામાં આવે છે. ભાયાવદર શહેરની હોળીધાર વિસ્તારના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને ૧૫-૦૪-૨૦૨૩ થી વિનામુલ્યે ટ્યુશન ક્લાસની શરૂઆત કરવામાં આવી જેમાં હાલ આ શાળામાં ટોટલ વિધાર્થીઓ ૨૧૦ છે.

આ ટ્યુશન ક્લાસ ગુણવતા યુક્ત શિક્ષકો દ્વારા વિનામૂલ્યે બાળકોને શીક્ષણ આપવામાં આવે છે. ટ્યુશનની સાથે દરેક બાળકોને નાસ્તો તથા દૂધનું પણ વિનામુલ્યે આપવામાં આવે છે. આ ટ્રસ્ટ દ્વારા ભાયાવદર શહેરમાં અનેક પ્રવૃત્તિઓ કરવામાં પણ આવી રહી છે જેમાં ૧૮ થી ૪૦ વર્ષની બહેનો માટે સિવણ ક્લાસ તથા બ્યુટી પાલર, મહેંદી, સ્પોકન ઈંગ્લીશ ક્લાસ, પ્રક્શનાલીટી ડેવલોપમેન્ટ ક્લાસ જેવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ ભાયાવદર શહેરની બહેનો માટે વિનામૂલ્યે ક્લાસ ટેલેન્ટેડ સ્ટાફ સાથે અવરિધ પણે રોજ ચાલુ જ છે.

ભાયાવદર શહેર તથા આસપાસના ગામના ગરીબ દર્દીઓ માટે દર વર્ષે આ ટ્રસ્ટ દ્વારા ભાયાવદરમાં આવેલ એચ.એલ. પટેલ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં નામાંકિત ડોક્ટરની ટીમને બોલાવી સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન પણ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. અમેરિકાની અંદર વસતા આ વતન પ્રેમી લોકો પોતાના વતનનું ઋણ ચુકવવા માદરે વતન ભાયાવદર શહેરના ગિરીશભાઇ સીણોજીયાના માર્ગદર્શન નીચે અને ટ્રસ્ટના આર્થિક સહયોગથી આ સેવાકીય પ્રવૃત્તિઓ અવિરત પણે ચાલુ છે.

ભાયાવદર શહેરમાં હોળીધાર વિસ્તારમાં આ બીજો ક્લાસ શરૂ કરવામાં આવેલ છે. તેનું દીપ પ્રાગટ્ય ભાયાવદર શહેર ભા.જ.પ. અગ્રણી પૂર્વ પ્રમુખ નયનભાઈ જીવાણી, બાઘાભાઈ ખાંભલા, શીનાભાઈ ઠાકોર, ડો.હીરાલાલ મોરી, કિશોરભાઈ અભંગી, નગરપાલિકાના પૂર્વ ચેરમેન વિજયભાઈ ગામી દ્વારા આ ટ્યુશન ક્લાસ ખુલ્લો મુકવામાં આવેલ હતો તેમજ આ સંસ્થાની બહેનો દ્વારા તૈયાર કરેલ કપડાઓ સ્કુલના બાળકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ હતું. ભાયાવદર શહેરની બહેનોને આ ક્લાસની અંદર સારી કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતા તેમજ ભાણજીભાઈ કુંડાળીયા ટ્રસ્ટના આર્થિક સહયોગથી હેમોગ્લોબિનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિચારને અનુસરીને દરેક વ્યક્તિ આત્મનિર્ભર બને તેવા ઉમદા હેતુથી ભાયાવદર શહેરની બહેનો સિવણ, બ્યુટી પાર્લર, મહેંદી જેવા ક્લાસની પ્રવૃત્તિ પોતે જાતે કરી શકે અને પોતાના પરિવારને આર્થિક મદદ રૂપ પણ થઈ શકે તેવા ઉમદા હેતુથી નોર્થ અમેરિકા કડવા પટેલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી ભાયાવદર શહેરની બહેનો તથા શિક્ષકો રેખાબેન ધામેલીયા, ભૂમીબેન જાની, મનીષાબેન સોલંકી, ભૂમીબેન કાલરીયા, કિશોરભાઈ અભંગી તેમજ ધોબીતળ શાળાના સ્ટાફ મીત્રો, હોળીધાર પ્રાથમિક શાળાના શીક્ષકો મિત્રો આ બાળકોના ભવિષ્ય માટે સેવા આપે છે. આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને શહેર ભા.જ.પ. ના અગ્રણી નયનભાઈ જે. જીવાણી ની આગેવાનીમાં કરવામાં આવેલ હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!