BUSINESS

અદાણી પોર્ટ્સ મુંદ્રાએ બનાવ્યો 5,612 કારની નિકાસ નો નવો રેકોર્ડ

ઓટોમોબાઈલ ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનું નામ રોશન કર્યું

30 સપ્ટેમ્બર 2025, મુંદ્રા :ભારતની સૌથી મોટી પોર્ટ અને લોજિસ્ટિક્સ કંપની, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)ના મુંદ્રા પોર્ટના રોરો ટર્મિનલે એક જ જહાજ પર એક જ કાર્ગો ઓપરેશનમાં 5,612 કાર લોડ કરીને નવો રેકોર્ડ સ્થાપ્યો છે. આ સિદ્ધિ 40 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ થઈ, જેણે 14 જૂન 2022ના રોજ બનાવેલ 5,405 કારના અગાઉના રેકોર્ડને તોડી નાખ્યો.

આ સીમાચિહ્ન હાંસલ કરવા માટે, ટીમે અન્ય કોમોડિટીના જહાજના ઓપરેશન ચાલતા હોવા છતાં, યાર્ડની ક્ષમતાનો ઉપયોગ કરીને નિકાસ એકમોનું વ્હાર્ફિંગ અને સ્ટોરેજ કાળજીપૂર્વક હેન્ડલ કર્યું. સલામતી પ્રોટોકોલનું સખતપણે પાલન કરીને, યુદ્ધના ધોરણે શરૂ કરેલી વ્હાર્ફિંગ કામગીરીથી ટીમે કાર હેન્ડલિંગનો રેકોર્ડ તોડી નાખ્યો.

આ સિદ્ધિ શ્રેષ્ઠ પોર્ટ અને લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓટોમોબાઈલ ક્ષેત્રની સ્થિરતા અને કાર્યક્ષમ સપ્લાય ચેઈનનો પુરાવો છે.

અદાણી પોર્ટ્સની અદ્વિતીય RO-RO (રોલ ઇન – રોલ આઉટ) સુવિધા દ્વારા ભારતમાં ઉત્પાદિત કાર સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, ફ્રાન્સ, ઈજિપ્ત, ઈન્ડોનેશિયા, જાપાન, મોરેશિયસ અને ગલ્ફ સહિતના અનેક દેશોમાં નિકાસ થઈ રહી છે, જે ભારત માટે ગૌરવની વાત છે.

અદાણી પોર્ટ્સ મુંદ્રા રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા અને મહત્તમ નિકાસ કરવામાં ગર્વ અનુભવે છે. ઓટોમોબાઈલ ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનું યોગદાન નોંધપાત્ર રહેશે. વધતી જતી નિકાસે અદાણી પોર્ટ્સ મુંદ્રાને ઓટોમોબાઈલ નિકાસ માટે મુખ્ય હબ તરીકે સ્થાપિત કર્યું છે.

અદાણી મુંદ્રા પોર્ટ રાષ્ટ્રના વિકાસનું પ્રવેશદ્વાર છે અને દેશની નિકાસ ક્ષમતાને વધારવામાં ગર્વ અનુભવે છે. આ બંદર ભારતની આર્થિક વૃદ્ધિ અને વિકાસનું પ્રતીક બની ગયું છે, જેણે દેશને વૈશ્વિક આર્થિક હબમાં પરિવર્તિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

APSEZનું અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અદ્યતન તકનીકી ક્ષમતાઓ અને કાર્યક્ષમ પ્રણાલીઓએ અમને અપેક્ષાઓથી આગળ વધવા અને અમારા ગ્રાહકોને વિશ્વ-સ્તરીય સેવાઓ પૂરી પાડવામાં સક્ષમ બનાવ્યા છે. અમે વિકાસને આગળ ધપાવવા અને ભારતની અર્થવ્યવસ્થાને ઉન્નત બનાવવા માટેની તકો ઊભી કરવાના અમારા લક્ષ્ય પ્રત્યે પ્રતિબદ્ધ છીએ.

Back to top button
error: Content is protected !!