AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ગુજરાતમાં આજે ફરી માવઠું, 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં ભરઉનાળે ગરમી વચ્ચે હવે હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે  7 એપ્રિલના રોજ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે હવામાનમાં આ ફેરફાર જોવા મળશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાંની સંભાવના છે.

વરસાદ દરમિયાન 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા-ભડાકા થવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાન સ્થિર રહેશે, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થતા ગરમીનો પારો ફરી ઉંચકાય તેવી શક્યતા છે. 12 એપ્રિલ પછી ફરીથી હવામાન સૂકું થઈ જશે.

Back to top button
error: Content is protected !!