BANASKANTHAGUJARATPALANPUR

શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણ ના એન.એસ.એસ.યુનિટની ખાસ શિબિરનો નળાસર ખાતે યોજાઇ

10 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર તાલુકાના નળાસર ખાતે શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણ ના એન.એસ.એસ.યુનિટની જન જાગૃતિ અને ગ્રામોત્થાન ખાસ શિબિર શ્રીમતી ગીતાબેન ચૌધરી, શિક્ષણ નિરીક્ષકશ્રી, જિ. શિ. અ. કચેરી , બનાસકાંઠા અને જીલ્લાના અને એસ.એસ.યુનિટના નોડલ ઓફિસર, નળાસર ગામના સરપંચ શ્રી કેશરભાઈ ચૌધરી અને ગામના આગેવાન શ્રી શામળભાઈ ચૌધરી, નળાસર પ્રા. શાળાના આચાર્યશ્રી, કિરીટભાઈ પટેલ ભાગળ હાઈસ્કૂલના આચાર્યશ્રી તેમજ એસ.એમ.સી.ના સભ્યો તેમજ માલણ હાઇસ્કુલ અને નળાસર પ્રા. શાળાના શિક્ષકમિત્રો વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં એન.એસ.એસ. શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન શ્રીમતી ગીતાબેન ચૌધરી, ગામના સરપંચશ્રી તેમજ ઉપસ્થિત મહેમાનોએ દિપ પ્રાગટ્ય કર્યું હતું. માલણ હાઇસ્ફૂલની વિદ્યાર્થિનીઓ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યા હતા. શાળાના આચાર્યશ્રી ડો. રાજેશ પ્રજાપતિએ શાબ્દિક સ્વાગત અને પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ, પુસ્તક અને ખેસથી સન્માન કરવામાં આવ્યું હતું. શ્રીમતી ગીતાબેન ચૌધરીએ એન.એસ.એસ.વિશે અને ખાસ શિબિર તેમજ નિયમિત પ્રવૃત્તિ વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી. તે ઉપરાંત તેમને બાળકોને તેમજ ગ્રામજનોને સાફ સફાઈ અને વિવિધ કાર્યક્રમો વિશે માહિતગાર કર્યા હતા. આ શિબિર તા. 10/02/2025 થી તા. 16/02/2025 સુધી ચાલુ રહેશે. જેમાં દરરોજ અલગ અલગ ગ્રામોત્થાન અને જન જાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવશે. એન.એસ.એસ.યુનિટના પ્રોગ્રામ ઓફિસર શ્રી હરિશકુમાર પંચાલે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જે.ડી.રાવલે કર્યું હતું.*

Back to top button
error: Content is protected !!