ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી ભારે પવન સાથે કમોસમી વરસાદ પાડવાની શક્યતા : હવામાન નિષ્ણાત

ગુજરાતમાં હાલ હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને ખેડૂતો માટે આ પરિસ્થિતિ વધુ પડકારજનક બની રહી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 7 અને 8 એપ્રિલ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળશે. ઉત્તર ગુજરાત, પૂર્વ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. પવનની ગતિ વધુ હોવાને કારણે ઊભા પાકને નુકસાન થવાની સંભાવના છે. ખાસ કરીને કેરીના પાક માટે આ સ્થિતિ ચિંતાજનક બની શકે છે. કારણ કે તૈયાર થતી કેરીઓ પર માવઠાની સીધી અસર પડી શકે છે. ખેડૂતો માટે આ સમય સાવચેત રહેવાનો છે. કારણ કે અચાનક બદલાતા હવામાનથી ખેતીમાં નુકસાન થવાની શક્યતા વધે છે.
આગળની આગાહીમાં ગરમીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 15 એપ્રિલથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા છે અને તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. 26 એપ્રિલ પછી ગરમી વધુ તીવ્ર બનશે અને મે મહિનામાં કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે. આ સાથે જ મે મહિનામાં 11 થી 20 વચ્ચે ધૂળની આંધીઓ અને પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. 17 મે આસપાસ અરબ સાગરમાં વાવાઝોડું સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે. ત્યારબાદ 24 મે થી 4 જૂન દરમિયાન ફરી વરસાદી માહોલ બનશે અને 8 જૂનથી પવનની દિશામાં ફેરફાર થતાં વાતાવરણમાં મોટો બદલાવ આવશે. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને આગોતરા તૈયારી રાખવાની સલાહ આપવામાં આવી છે.