
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
બાયડના સાઠંબામાં આવેલા ગાયત્રી દુગ્ધાલય માંથી ગ્રાહકે ખરીદેલ દહીમાં કીડા નીકર્યા હોવાના આક્ષેપ, વિડિઓ વાયરલ
બાયડ તાલુકા નું સાઠંબા આજુબાજુ ના ગામડાઓ નું મુખ્ય સેન્ટર આવેલું છે જ્યાં ગામડાની પબ્લિક પોતાના રોજિંદા કામકાજ તેમજ ખરીદી માટે આવતી હોય છે ત્યારે અમુક ખાદ્ય ખોરાકી ની વસ્તુઓ માં કોઈજ ચકાસણી વગર જેવું તેવું પધારવાનો સિલસિલો ચાલતો હોય છે ત્યારે સાઠંબામાં આવેલા ગાયત્રી દુગ્ધાલય માંથી ગ્રાહકે ખરીદેલ દહી માંથી કીડા નીકળ્યા હોવાના આક્ષેપ કર્યા છે અને વિડિઓ સામે આવ્યો છે જેથી એક ગ્રાહક દ્વારા મીડિયા સમક્ષ ફરિયાદ કરી આ દુકાનદાર હલકી ગુણવત્તાનું દહી દૂધ માખણ વગેરે સામગ્રી વેચતો હોય દિવસના હજારો ગ્રાહકો સાથે હલકી ગુણવત્તા વાળું દહીં દૂધ વેચાણ કરી છેતરપિંડી કરે છે આવા દુકાન માલિકો સામે તંત્ર દ્વારા ક્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેની સાઠંબા તેમજ આજુબાજુ ની પબ્લિક રાહ જોઈ રહી છે હાલ તહેવારોનો સમય શરુ થાય છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ જાણે ગોર નિંદ્રામાં હોય તેવું લાગી રહયું માત્ર તંત્ર દ્વારા કેટલાક વેપારીઓના ખાદ્ય સામગ્રીના જ સેમ્પલ લેવામાં આવતા હોય છે બાકી ના વેપારીઓ સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી વાતો પણ ચર્ચાઈ રહી છે. હાલ ઠેળ ઠેળ મીઠાઈઓ વેચાઈ રહી છે એમાં જો મોડાસા સહીત બજારમાં દુકાનના સેમ્પલ લેવામાં આવે તો પણ દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઇ શકે છે




