AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રીએ શરૂ કર્યું ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન, ચાંદલોડિયામાં ‘સિંદૂર વન’ નિર્માણનો પ્રારંભ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં વૃક્ષારોપણ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાનનો શુભારંભ કર્યો.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ સિંદૂરના બાળવૃક્ષનું વાવેતર કરીને ચાંદલોડિયા વોર્ડમાં નિર્માણ પામનાર ‘સિંદૂર વન’ પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર નાગરિકોના સ્મરણમાં અને ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ના સન્માનમાં ચાંદલોડિયામાં 551 સિંદૂર વૃક્ષો સાથે વિશિષ્ટ ‘સિંદૂર વન’ તૈયાર કરવાનું આયોજન કરાયું છે.

મુખ્યમંત્રીએ ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ના પ્રચાર માટે તૈયાર કરાયેલા ટેબ્લો અને 11 વૃક્ષરથને ધ્વજવંદન આપીને પ્રસ્થાન કરાવ્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અભિયાન અંતર્ગત નાગરિકોને વૃક્ષારોપણમાં સહભાગી બનાવવા માટે કુલ 38 વૃક્ષરથ તૈયાર કરાશે, જે નાગરિકોના ઘેર જઈને વિનામૂલ્યે વૃક્ષારોપણ કરશે.

આ પ્રસંગે એર ક્વોલિટી મેનેજમેન્ટ સેલ દ્વારા આયોજિત પર્યાવરણલક્ષી ચિત્ર સ્પર્ધાના પાંચ વિજેતાઓને મુખ્યમંત્રીએ પુરસ્કાર રૂપે સાઇકલ એનાયત કરી.

‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’નો મુખ્ય ઉદ્દેશ શહેરનું ગ્રીન કવર વધારવાનો છે. AMC દ્વારા શરૂ કરવામાં આવેલા ઓક્સિજન પાર્ક અને ટોલ ફ્રી નંબર તથા AMC સેવા એપની મદદથી નાગરિકો પણ સરળતાથી વૃક્ષારોપણ અભિયાનમાં જોડાઈ શકે છે. 40 લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્ય ધરાવતું આ અભિયાન શહેરમાં તાપમાન ઘટાડવામાં અને પર્યાવરણ સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન, લોકસભા સાંસદ દિનેશ મકવાણા, ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનિવાલ, ધારાસભ્યો અમિત શાહ, હર્ષદ પટેલ, જીતેન્દ્ર પટેલ, હસમુખ પટેલ, અમિત ઠાકર, કૌશિક જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ, AMCના પદાધિકારીઓ અને કર્મચારીઓ, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ અભિયાનને દ્રષ્ટિએ રાખી શકાય છે કે ગુજરાત રાજ્ય પર્યાવરણસેવી નીતિ અને સર્ક્યુલર ઈકોનોમીના મજબૂત થંબા સાથે આગળ વધી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!