AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં આહવા નગરમાં નાતાલની શાંતિ અને સુરક્ષા માટે આહવા પોલીસનું ફૂટ પેટ્રોલિંગ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

આગામી નાતાલ પર્વને ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લાની આહવા પોલીસની ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષકોમાં એસ.જી. પાટીલ અને જયદીપ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.આઈ. ડી. કે.ચૌધરીએ ફૂટ પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ.આહવા પોલીસ મથકના પીઆઇ ડી.કે.ચૌધરી અને અન્ય પોલીસ જવાનો આ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા.આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય નાતાલની ઉજવણી દરમિયાન શાંતિ અને સુરક્ષા જાળવવાનો છે.આ પેટ્રોલિંગ દ્વારા લોકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં આવશે અને ગુનાખોરીને રોકવા માટે પણ પ્રયાસ કરવામાં આવશે.તેમજ શાંતિપૂર્ણ માહોલમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી..

Back to top button
error: Content is protected !!