ARAVALLIGUJARATMODASA

અરવલ્લી: દૂધનો વેડફાટ નહીં, સેવા થઈ ઉદ્દેશ – વરથુ ગામના યુવાનોની અનોખી પહેલ

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી: દૂધનો વેડફાટ નહીં, સેવા થઈ ઉદ્દેશ – વરથુ ગામના યુવાનોની અનોખી પહેલ

અરવલ્લી જિલ્લામાં સાબરડેરીના ભાવફેર સામે પશુપાલકોમાં રોષ યથાવત છે. ઘણી જગ્યાએ આંદોલન યુથમય બની ચૂક્યું છે. જોકે, હવે દૂધનો રસ્તા પર ધોધ કરીને વિરોધ કરવા બદલે ,વરથુ ગામના પશુપાલકો અને યુવાનો એ સેવા માર્ગ અપનાવ્યો છે.મોડાસા તાલુકાના વરથુ ગામના યુવાનોએ 400 લીટર દૂધમાંથી 350 પાઉચ બનાવી, તેને મોડાસા-શામળાજી હાઈવે પર પસાર થતા વાહનચાલકોમાં વિતરણ કર્યું.આ અનોખી પહેલ દ્વારા યુવાનો એ સંદેશો આપ્યો કે – દૂધનો વેડફાટ ન થાય, જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડો. આ માનવતાવાદી અભિગમ અનેક લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યો છે.

Back to top button
error: Content is protected !!