સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે સાવચેતી એ જ બચાવના સંદેશ સાથે એઈડ્સ જાગૃતિ સેમિનાર

તા.02/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
HIV પોઝિટિવ હોવું એ અપરાધ કે રોગ નથી એ એક વાયરસ છે આવી વ્યક્તિઓને ભેદભાવ નહીં, પરંતુ પ્રેમ અને સમાન આદર આપીએ તો જ સમાજ સ્વસ્થ બનશે– એ જ આજના દિવસનો સૌથી મોટો સંદેશ છે આ સંદેશ સાથે 1 ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને શિવ મંગલ ખાદી ગ્રામોઉદ્યોગ વિકાસ મંડળના સંયુક્ત ઉપક્રમે તથા ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અને આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સભાખંડ ખાતે એઈડ્સ જાગૃતિ સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં નિષ્ણાતોએ ખુલીને વાત કરતા જણાવ્યું હતું આ સેમિનારમાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર વિજયભાઈ ચાવડા તથા એ.આર.ટી. કાઉન્સેલર ભવાનીભાઈ ઉપાધ્યાયે HIVના કારણો, લક્ષણો, બચાવના ઉપાયો અને સૌથી મહત્વનું – HIV પોઝિટિવ વ્યક્તિઓ પ્રત્યેના ભેદભાવને દૂર કરવા પર ભાર મૂક્યો હતો મેડિકલ ઓફિસર ડૉ.દર્શનભાઈ પટેલે HIV અને AIDS વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો અને જાતીય સંબંધો દરમિયાન કોન્ડોમનો ઉપયોગ, સુરક્ષિત વર્તન તથા નિયમિત તપાસના મહત્વ પર પ્રકાશ પાડ્યો એક પણ વ્યક્તિ અજ્ઞાનતાને કારણે આ રોગનો ભોગ ન બને તેમ પણ જણાવ્યું હતું ગાંધી હોસ્પિટલના ICTC કાઉન્સેલર શ્રીમતી ભાવનાબેન પરમારે હોસ્પિટલમાં મળતી મફત સારવાર, કાઉન્સેલિંગ અને દવાઓની સુવિધા વિશે માહિતગાર કર્યા અને “સાવચેતી એ જ બચાવ”નો પ્રબળ સંદેશ આપ્યો આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર અર્જૂન ચાવડા, સીટી એન્જીનીયર કે.આર.ચૌહાણ, નાયબ કાર્યપાલક ઈજનેર કે.જી.હેરમા, શિવ મંગલ ખાદી ગ્રામઉદ્યોગના કાઉન્સિલર વિનેશ ચાવડા, DAPCUના પંકજભાઈ રાઠોડ તથા ગાંધી હોસ્પિટલના STI, ART અને SSI સહિતનો કર્મચારીઓ તથા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



