GUJARATLAKHTARSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

લખતર મોડેલ શાળામાં હવા વગરની સાઇકલોનું વિતરણ થયું હોવાનું સામે આવ્યું.

છાત્રાઓને તડકામાં સાયકલ ઢસડી પંચરની દુકાને પહોંચવું પડયું.

તા.15/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

છાત્રાઓને તડકામાં સાયકલ ઢસડી પંચરની દુકાને પહોંચવું પડયું, સુરેન્દ્રનગર જિલ્લામાં લખતરની સરકારી શાળામાં સરકારની વિદ્યાર્થિનીઓને મફત સાઈકલ આપવાની યોજના અંતર્ગત તાજેતરમાં વિદ્યાર્થિનીઓને સાઈકલ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો પરંતુ વિતરણ બાદ વિદ્યાર્થિનીઓને મળી રહેલી સાઈકલોમાં ટાયર હવા વગર હોવાના બનાવો સામે આવતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે તો આવી કામગીરીના કારણે સરકારની યોજનાનું નામ ખરાબ થતું હોવાની ચર્ચા થઈ રહી છે સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓને સરકારી શાળામાં સાઈકલનું વિતરણ કરવામાં આવે છે આ વિતરણ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવતું હોય તેવું જાણવા મળી રહ્યું છે તેવામાં લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ મોડેલ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને તા.14 ઓક્ટોબરના રોજ સાઈકલ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે અંતર્ગત વિદ્યાર્થિનીઓને સાઈકલનું વિતરણ કરાયું હતું પરંતુ વિદ્યાર્થિનીઓને ટાયરમાં હવા વગરની સાઈકલોનું વિતરણ થયું હોવાનું સામે આવ્યું હતું આથી વિદ્યાર્થિનીઓ સાઈકલ ઢસડીને પંચરની દુકાન સુધી ખરા તડકામાં લઈ જતી રોડ ઉપર જોવા મળી હતી તો વિદ્યાર્થિનીઓને સાઈકલ તો મફતમાં મળી પરંતુ હવા વગરની મળતા મુશ્કેલી વેઠી હવા ભરાવા પંચરની દુકાને પહોંચવું પડ્યું હતું તો ત્યાં હવા ભરવાના રૂપિયા પણ આપવા પડ્યા હોવાની વિગતો જાણવા મળી હતી આ સમગ્ર બનાવને પગલે લોકો વચ્ચે ચર્ચા ચાલી રહી. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે વિતરણ પહેલાં યોગ્ય ચકાસણી કરવામાં આવી નથી નવી સાઈકલમાં જ હવા ન હોવી એ ગુણવત્તા પ્રત્યેના બેદરકાર વલણને દર્શાવે છે ત્યારે સપ્લાય કરનાર કંપની સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઊઠી છે.

Back to top button
error: Content is protected !!