MAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લામાં ભારત બંધને મળેલ મિશ્ર પ્રતિસાદ

મહીસાગર જિલ્લામાં ભારત બંધને મળેલ મિશ્ર પ્રતિસાદ.

અમીન કોઠારી:- મહીસાગર

 

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં સજ્જડ બંધ રાખવામાં આવ્યો હતો અને બંધ કરતાં ઓને સંપૂર્ણપણે સપોર્ટ કરવામાં આવ્યો હતો.

જ્યારે બીજી તરફ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ બંધને સફળ બનાવવા માટે દુકાનદારોને બંધ કરાવવા માટે ગયા ત્યારે પોલીસે તેમને પકડી લઈને નજરકેદ કરી દીધા હતા જેને લઈને સંતરામપુરમાં ભારત બંધ નિષ્ફળ રહેવા પામ્યો હતો.

સંતરામપુર તાલુકો ૮૫ ટકા આદિવાસી વસ્તી ધરાવતો હોવાને લીધે આદિવાસી સમુદાયમાં સંતરામપુરના વેપારીઓએ ભારત બંધને સફળ બનાવવા માટે કોઈપણ પ્રકારની ગતિવિધિ અથવા તેમને મદદ ન કરતા આદિવાસી લોકોમાં સંતરામપુર નગરના વેપારીઓ સામે ભારે રોષ ફાટી નીકળ્યો હોવાની લોકચર્ચા ઓ એ જોર પકડ્યું છે જોઈએ હવે આવનારા દિવસમાં સંતરામપુર તાલુકાના આદિવાસીઓ સંતરામપુરના વેપારીઓ પ્રત્યેક કેવો અભિગમ દાખવે છે એ તો આવનારો સમય બતાવશે.

સમગ્ર મહીસાગર જિલ્લામાં બાલાસિનોર છોડીને બાકીના તાલુકાઓમાં રાબેતા મુજબ વેપાર ધંધા ચાલુ રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!