GUJARATKUTCHMANDAVI

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા ની કારોબારી અને સાધારણ સભા બેઠક શિશુ મંદિર ખાતે યોજાઈ

સરકારી માધ્યમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાના હોદ્દેદારોની આગામી ત્રણ વર્ષ માટે સર્વાનુમતે વરણી કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૫ ફેબ્રુઆરી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાની કારોબારી અને સાધારણ સભા બેઠક શિશુમંદિર શાળા ખાતે યોજાઈ જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના મહામંત્રી પરેશભાઈ પટેલ સંગઠન મંત્રી સરદારસિંહ મછાર અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના અધ્યક્ષ અનિરુધ્ધસિંહ સોલંકી સંગઠનમંત્રી હિતેષભાઇ ગોપાણી માધ્યમિક સંવર્ગ મહામંત્રી જીતેન્દ્રભાઈ ઠાકર,સરકારી માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ નયનભાઈ વાંઝા,પ્રાંત ઉપાધ્યક્ષ મુળજીભાઈ ગઢવી,સૌરાષ્ટ્ર સંભાગ સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલ અને જિલ્લા હોદેદારો કારોબારી સભ્યો અને તાલુકાના હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.કારોબારી બેઠકમાં એજન્ડા મુજબની કામગીરી બાદ પ્રાંતમાંથી ઉપસ્થિત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના અધ્યક્ષ શ્રીઅનિરુધ્ધસિંહ સોલંકી એ સંગઠનાત્મક કાર્યોની વિસ્તૃત ચર્ચા કરી સંગઠનને મજબૂત કરવા કાર્યકરો ને જોડવા હાકલ કરી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંગઠન મંત્રી શ્રી સરદારસિંહ મછાર એ મંડલ રચના અને કાર્યકર્તા પ્રવાસ વિશે માર્ગદર્શન આપ્યું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના મહામંત્રી શ્રીપરેશભાઈ પટેલે સંગઠન કાર્યપધ્ધતિ વિશે માર્ગદર્શન આપ્યું ત્યારબાદ કચ્છ જિલ્લાના પૂર્વ અધ્યક્ષ રામસંગજી જાડેજા ની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી.ત્યારબાદ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના અધ્યક્ષ અનિરુધ્ધસિંહ સોલંકી દ્વારા સરકારી પ્રાથમિક ,ગ્રાન્ટેડ પ્રાથમિક ,સરકારી માધ્યમિક ,htat સંવર્ગના હોદેદારો ની ઘોષણા કરવામાં આવી.જેમાં બેઠકમાં સૌ ઉપસ્થિત હોદેદારો દ્વારા ૐ ધ્વનિ થી સર્વાનુમતે બહાલી આપવામાં આવી.સરકારી માધ્યમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી.જે પૈકી અધ્યક્ષ- ડો. શૈલેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી- માવજીભાઈ વરચંદ સંગઠન મંત્રી- આશારિયાભાઈ ટાપરિયા, મહિલા ઉપાધ્યક્ષ- શ્રદ્ધાબેન ઠાકર, મહિલા મંત્રી- નીધિબેન રાજગોર તથા ઉપાધ્યક્ષ ની જવાબદારી વિરેન્દ્ર સિંહ ધલ ,ભાવિનભાઈ પરમાર, દિનેશભાઈ મહેશ્વરી, રાજેશભાઈ મણવર,સહમંત્રી ની જવાબદારી શ્રીકાંતભાઈ ગઢવી તરુણભાઈ મોઢ, રવિરાજસિંહ જાડેજા, મનિષાબેન ચૌધરી, કોષાધ્યક્ષ કલ્યાણભાઈ આંતરિક ઓડીટર કૃપસિંહ જાડેજા અને પ્રચાર મંત્રી ચંદ્રમોલી આશદે ના નામો ઘોષણા થઈ હતી. જ્યારે સરકારી ઉચ્ચતર માધ્યમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લામાં અધ્યક્ષ-અમોલભાઈ ધોળકિયા, મહામંત્રી- કેવલભાઈ સૈયા સંગઠન મંત્રી -પુનશીભાઈ ગઢવી મહિલા ઉપાધ્યક્ષ-ભાવિકાબેન ત્રિપાઠી, મહિલા મંત્રી- વિજયાબેન ભદ્રુ તથા અન્ય જવાબદારીમાં અલ્પાબેન નાગુ, દિનેશભાઈ રાઠવા વિક્રમભાઈ ઠાકોર, ચેતનભાઇ સુથાર ખુશાલભાઈ ગઢવી ના નામો ની ઘોષણા થઈ હતી. પ્રાંત ઉપાધ્યક્ષ મુરજીભાઈ ગઢવી દ્વારા કલ્યાણ મંત્ર બોલાયા બાદ સભાનું સમાપન થયું હતું.

Back to top button
error: Content is protected !!