કાલોલનું ગૌરવ એવાં યુવાન અક્કાશ વાઘેલા પારુલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં સિદ્ધિ હાંસલ કરી પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું.

તારીખ ૧૮/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પારુલ યુનિવર્સિટી, વડોદરા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા, બોક્સિંગ સ્ટાર મેરીકોમ સહિતના સ્ટાર્સની દુર્લભ ઉપસ્થિતિમાં યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના યુવાન વાઘેલા અક્કાશ બિલાલ અહેમદ દ્વારા બેચલર ઓફ કોમર્સ (ઓનર્સ) માં ૬.૪૩ પોઇન્ટ સાથે ફર્સ્ટ ક્લાસનું ડિગ્રી હાંસલ કરવામાં સફળતા મેળવી હતી. જેમાં યુવાન વાઘેલા અકકાશ ને વરિષ્ઠ મહેમાનોની ઉપસ્થિતિમાં પદવી આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આવી ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીને યુવાન અક્કાશ દ્વારા પરિવાર, સમાજનું નામ રોશન કરવામાં આવ્યું હતું. યુવાનની આ ઉચ્ચ સિદ્ધિથી વાઘેલા પરિવાર, સમાજ તથા સમગ્ર પંથકમાં હર્ષની લહેર ફેલાઈ ગઈ હતી. જ્યાં સમાજના અગ્રણી આગેવાનો અને બુદ્ધિજીવીઓએ અકકાશની પ્રશંસા કરીને જણાવ્યું હતું કે આ સિદ્ધિ યુવાનો માટે પ્રેરણારૂપ છે તેની આ સિદ્ધિ બદલ ભવિષ્ય માટે સોનેરી સપના સાકાર કરવાની ઉત્તમ તક છે ત્યારે ભવિષ્યમા વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.







