અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા ખાતે માઝમ ડેમમાંથી પાણી છોડાતા 38 ગામોને એલર્ટ જાહેર, ડેમના પાણીની સપાટી જાળવવા છોડાયું પાણી
અરવલ્લી જિલ્લાના મોડાસા વિસ્તારમાં આવેલા માઝમ ડેમમાંથી રાત્રી દરમિયાન 3,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ધોધમાર વરસાદના કારણે ડેમની જળસપાટી વધી જતાં, સુરક્ષાની દૃષ્ટિએ પાણી છોડવાનું નિર્ણય લેવામાં આવ્યો છે.
ડેમમાંથી પાણી છોડાતા .જેના પગલે મોડાસા, બાયડ અને ધનસુરા તાલુકાના કુલ 38 જેટલા ગામોને તાત્કાલિક એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.જિલ્લા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના રહીશોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે તથા નદી કાંઠે રહેતા લોકોને જરૂરિયાત મુજબ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની પણ સુચના આપવામાં આવી છે.