
કિરીટ પટેલ બાયડ
અરવલ્લી જીલ્લાના બાયડ-માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ તાજેતરમાં આયોજિત સમૂહ લગ્ન કાર્યક્રમ અંગે જાહેરમાં આભાર વ્યક્ત કર્યો છે. કુદરતી આફતની પરિસ્થિતિ વચ્ચે પણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો. ધારાસભ્યએ તમામ નવદંપતિઓ, તેમના પરિવારજનો અને મહેમાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. સાથે જ કુદરતી પરિસ્થિતિને કારણે આવી પડેલી કોઈપણ અડચણ કે મુશ્કેલી માટે ખેદ વ્યક્ત કરી માફી પણ માંગવામાં આવી.
આ પ્રસંગે ધારાસભ્યે જણાવ્યું હતું કે – “જન્મેલા સંજોગો વચ્ચે પણ તમામ સમાજ અને કાર્યકર્તાઓના સહયોગથી પ્રેમ અને સંસ્કારની ઉજવણી થઇ શકી – એ સૌનો જ વિજય છે.”
બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવમાં વાવાઝોડું તેમજ વરસાદના કારણે આવેલ આપત્તિ પ્રસંગે મદદ કરનાર તમામ સરકારી તંત્રનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો




